પેગાસસ મુદ્દે આદિત્ય ઠાકરેએ રાહુલ ગાંધીનું સમર્થન કર્યુ, કહ્યું - ભારતના લોકતંત્ર અને સંવિધાન પર ખતરો

મીડિયા સાથે વાતચીત દરમિયાન આદિત્ય ઠાકરેએ ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ જાસૂસી કેસમાં રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું.

નવી દિલ્હી : પેગાસસને લઈને રાહુલ ગાંધીના નિવેદને નવો વિવાદ છેડ્યો છે. હવે શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ પેગાસસ જાસૂસી કેસમાં કેન્દ્ર સરકાર અને બીજેપી પર નિશાન સાધ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, તેમને ખબર નથી કે રાહુલ ગાંધીના મોબાઈલની પેગાસસ દ્વારા જાસૂસી કરવામાં આવી છે કે નહીં, પરંતુ એ વાત સાચી છે કે આજે દેશનું બંધારણ અને લોકશાહી ખતરામાં છે.

Aditya Thackeray

અહીં મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ સરકાર પર પ્રહાર કરતા મોટા પ્રહાર કર્યા હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન આદિત્ય ઠાકરેએ ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ જાસૂસી કેસમાં રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું. રાહુલ ગાંધી મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે, મને ખબર નથી કે રાહુલ ગાંધીનો ફોન ટેપ કરવામાં આવ્યો કે કેમ, પરંતુ એ હકીકત છે કે આજે તપાસ એજન્સીઓનો ઉપયોગ સત્યને દબાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કહ્યું હતું કે ઘણા રાજનેતાઓ સાથે મારા ફોનમાં પણ પેગાસસ હતો. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ગુપ્તચર એજન્સીના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે મારા ફોનમાં પેગાસસ છે. તમે જે કહો છો તે અમે રેકોર્ડ કરી રહ્યા છીએ. તેથી સાવચેત રહો. રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં પોતાના પ્રવચનમાં ફરી આરોપ લગાવ્યો કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદી દેશના લોકતાંત્રિક માળખાને નષ્ટ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X