For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે સંસદના પઢાકૂં સાંસદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 માર્ચ: જો તમને લાગે છે કે આપણા સાંસદો ઓછું ભણેલા છે અને તેમને ખાલી સંસદમાં બૂમાબૂમ કરતા જ આવડે છે તો તમને જણાવી દઇએ કે આ વાત ખોટી છે. આ વાતની પૃષ્ઠી થઇ સંસદમાં આવેલી લાઇબ્રેરીથી જ્યાંથી આપણા સાંસદો અનેક પુસ્તકો ઇસ્યૂ કરાવે છે.

સાંસદની લાઇબ્રેરીના સૂત્રોનું માનીએ તો સાંસદના પઢાકૂં સાંસદ તરીકે બે નેતાઓના નામ સૌથી આગળ છે. જેમાંથી એક બીજેપીના સાંસદ લાલકૃષ્ણ અડવાણી છે અને બીજા છે જનતા દળ યૂનાઇટેડના રાજ્યસભાના સાંસદ પવન કુમાર વર્મા.

advani

સંસદ લાઇબ્રેરીના સૂત્રોએ જણાવ્યુ કે હાલ જ અડવાણીજીએ રામચંદ્ર ગુહાનું જાણીતું પુસ્તક ભારત: ગાંધી કે બાદ ઇશ્યૂ કરાવી છે અને તે પહેલા પણ તે અવારનવાર લાઇબ્રેરી આવી નવા કયા પુસ્તકો આવ્યા છે તેની જાણકારી મેળવતા રહે છે. એટલું જ નહીં તેમને થોડા સમય પહેલા ડોમીનિક લેપિયર અને લૈરી કોલિંસની ફ્રિડમ એટ મિડનાઇટ પણ લીધી હતી. જે ભારત પાકિસ્તાન વિભાજન પર આધારિત છે. નોંધનીય છે કે આ પુસ્તકની સંસંદની ગલિયોમાં ભારે માંગ રહે છે.

તેમ જ રીતે પૂર્વ આઇએફએસ ઓફિસર એવા જનતા દળ યુનાઇટેડના સાસંદ પવન કુમાર વર્મા પણ પઢાકૂં સાંસદમાંથી એક છે તેમણે હાલ જ મહાભારત, દિવાને-એ-ગાલિબ અને નેહરુજી લિખિત ડિસ્કવરી ઓફ ઇન્ડિયા ઇસ્યૂ કરાવી હતી.

આ ઉપરાંત ભાજપના સાંસદ ઉદિત રાજ પણ લાઇબ્રેરીનો ભરપૂર લાભ લે છે. ઉદિત રાજ મોટે ભાગે દલિત સવાલો અને આર્થિક વિષયો વાળા પુસ્તક વધુ ઇસ્યૂ કરાવે છે. તથા તે લાઇબ્રેરીમાં અનેક વિષય પર બનેલી વિડિયો ક્લિપિંગ સર્વિસનો પણ ખાસ લાભ લે છે.

આ ઉપરાંત સાંસદ રાજીવ શુક્લા,શશિ થરુર,પૂનમ મહાજન પણ લાઇબ્રેરીમાં અવાર નવાર આવનારા સાંસદોમાંથી એક છે.

English summary
Advani, Pawan verma, Rajeev shukla are great bookworms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X