For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમ પ્રકરણના પૂર્ણવિરામ બાદ બળાત્કારનો આરોપ લાગશે નહી: બોમ્બે હાઇકોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bombay-hc
મુંબઇ, 12 જુલાઇ: બોમ્બે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભાળવા પ્રેમ પ્રકરણના પૂર્ણવિરામ બાદ મહિલા પોતાના પ્રેમી પર બળાત્કારનો આરોપ લગાવી શકશે નહી, જેની સાથે તેને સેક્સ માણ્યું હોય અને જે તેના બાળકની માતા બનવાની હોય. જસ્ટિસ સાઘના જાદવે આવા એક કિસ્સામાં બોરવલીના રહેવાસી 39 વર્ષીય મનેશ કોટિયાનને મુક્ત કરી દિધો છે. કોટિયાન પર તેની પૂર્વ પ્રેમિકાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને તેની ત્રણ વર્ષ પહેલાં ધરપકડ કરી લેવામાંઆવી હતી.

જસ્ટિસ જાદવે કહ્યું હતું કે મહિલાએ પોતે સ્વિકાર્યું હતું કે તેનો કોટિયાન સાથે પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. આ પરિસ્થિતીઓમાં આઇપીએસની કલમ 376 (રેપ) હેઠળ કેસ બનતો નથી. તેમને એમપણ કહ્યું હતું કે કોટિયાન વિરૂદ્ધ રેપનો આરોપ પાયાવિહોણા છે.

એક અંગ્રેજી સમાચાર પત્ર અનુસાર કોર્ટે મહિલા સાથે લાંબી પુછપરછ કરી અને જાણવા મળ્યું કે આરોપી મહિલાને પ્રપોજ કર્યું હતું. જજ જણાવ્યા મુજબ મહિલા ભણેલી-ગણેલી હતી. તેને સારી રીતે ખબર હતી કે કોટિયાન તેને પસંદ કરતો હતો. મહિલાએ કોટિયાન સાથે ગોરાઇ જવાનું પસંદ કરતી હતી. તે તેનો જન્મ દિવસ મનાવવા માટે તેની સાથે એક હોટલમાં ગઇ હતી. તેને પરિણામ અંગે સારી રીતે જાણ હતી.

જજે કહ્યું હતું કે ના તો તેને વિરોધ કર્યો ના તો તેને મદદ માટે બૂમરાડ કરી. માટે એમ કહેવું અયોગ્ય નહી હોય અકે ડરાવી-ધમકાવીને મહિલા સાથે સેક્સ માણવામાં આવ્યું હતું.

જોકે કોર્ટે કોટિયાને મહિલાને દગો આપવા બદલ દોષી ગણવામાં આવ્યો હતો. તેને મહિલાને એ જણાવ્યું ન હતું કે તે મેરીડ છે અને તેને બાળકો છે. લગભગ તે ત્રણ વર્ષથી જેલમાં બંધ હતો માટે કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપી દિધો છે.

આ કિસ્સામાં કોટિયાનના વકિલે કહ્યું હતું કે આ અંગે કોઇ પુરાવા નથી કે આરોપીએ મહિલા સાથે બળાત્કાર કર્યો. વકિલના જણાવ્યા અનુસાર તે હંમેશા મહિલા સાથે લગ્ન કરવા માટે ઇચ્છુક હતો અને તેને કહેતો હતો કે તે પોતાની પત્નીને છુટાછેડા આપ્યા બાદ લગ્ન કરશે.

આ કિસ્સો માર્ચ 2010નો છે, જ્યારે મહિનાની ગર્ભવતી મહિલાએ કોટિયાન પર બળાત્કારનો આરોપ લગાવતાં આ કેસ દાખલ કરાવ્યો હતો. તે બંને સ્ટેશનરીની દુકાનમાં એકસાથે કામ કરતા હતા. નવેમ્બર 2009માં તે કોટિયાનનો બર્થડે મનાવવા માટે તેની સાથે ગોરાઇ ગઇ હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે એક હોટલમાં કોટિયાને તેને સેક્સ માણવા માટે મજબૂર કરી હતી. વર્ષ 2012માં સેશન કોર્ટે કોટિયાનને બળાત્કારનો આરોપી ગણાવતાં 7 વર્ષની જેલની સજા સંભાળવી હતી. કોટિયાને આ ચૂકાદા વિરૂદ્ધ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

English summary
A love affair gone bad is no reason to charge a man who got a woman pregnant with rape, the Bombay high court has ruled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X