શું છે 'આફ્રિકી સ્વાઈન ફીવર' જેના કારણે ત્રિપુરામાં મારીને દફનાવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં ભૂંડ
મિઝોરમઃ મિઝોરમ પછી હવે ત્રિપુરામાં પણ આફ્રિકન સ્વાઈન ફીવરના કેસ સામે આવ્યા છે. આ કેસ ત્રિપુરાના પશુ સંશાધન વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સરકારી પ્રજનન ફાર્મ સેપાહિજિલામાં મળ્યા છે. આફ્રિકન સ્વાઈન ફીવરના કેસ સામે આવ્યા પછી એક્સપર્ટની ટીમ અગરતલાથી તપાસ માટે પહોંચી છે. પશુ સંશાધનન વિભાગ તરફથી સંચાલિત રોગ તપાસ પ્રયોગશાળાના અધિકારીએ જણાવ્યુ કે 7 એપ્રિલના રોજ ત્રણ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. 13 એપ્રિલના રોજ પીસીઆઈ રિપોર્ટ સામે આવ્યો જેમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે બધા સેમ્પલ પૉઝિટીવ છે. શેલ્ટરમાં ભૂંડના લક્ષણ પણ આ વાત તરફ ઈશારો કરી રહ્યા છે કે તેમની અંદર પહેલા જ આ બિમારી પહોંચી ચૂકી છે. એક અન્ય રિપોર્ટ પણ જલ્દી ભોપાલ નેશનલ ડિસીઝ ડાયગ્નોસ્ટિક ઈન્સ્ટીટ્યુટ તરફથી આવવાનો છે.

8 ફૂટ ઉંડી કબર ખોદવામાં આવી રહી છે
શરુઆતમાં ફાર્મમાં કામ કરનારા લોકોને કહેવામાં આવ્યુ છે કે તે આ બિમારીને પોતાના સ્તરે ઉકેલે. આ બિમારીથી સામે લડવા માટે એક નોડલ ટીમની રચના કરવામાં આવી છે જેમાં એઆરડીડીના ડિસિઝ ઈન્વેસ્ટીગેશન લેબના ડૉક્ટર મૃણાલ દત્તા અને બિશાલગઢના એસડીએમ શામેલ છે. તેમણે જણાવ્યુ કે અમે બે ટાસ્ક ફોર્સનુ રચના કરી છે. બંનેમાં 10-10 સભ્યો છે. ટીમની આગેવાની વેટનરી અધિકારી કરશે અને તે સીધા નોડલ અધિકારીને રિપોર્ટ આપશે. પહેલા તબક્કામાં 8 ફૂટ ઉંડો અને 8 ફૂટ પહોળો ખાડો ખોદવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભૂંડનો દફનાવવામાં આવશે.

મોટી સંખ્યામાં ભૂંડોને મારવામાં આવશે
શરુઆતમાં ફાર્મમાં એક કિલોમીટરના વિસ્તારમાં રહેતા ભૂંડોને મારીને દફનાવવામાં આવશે જેનાથી બિમારી ફેલાતી રોકી શકાય. સૂત્રોએ જણાવ્યુ કે અમે કોશિશ કરી રહ્યા છે કે ફાર્મની અંદર જ અમે આ બિમારીને રોકી લઈએ જેથી આ સંક્રમણ આખા રાજ્યમાં ના ફેલાય. લેબના અધિકારી કેન્દ્ર સરકારને આ બાબતે અનુમતિ માટે પત્ર લખશે. બધી પ્રક્રિયાઓ ત્યારે શરુ થશે જ્યારે રાજય સરકાર તરફથી અમારી પાસે અનુમતિ પત્ર પહોંચશે. રિપોર્ટ મુજબ 63 ભૂંડ અજ્ઞાત બિમારીના કારણે મરી ગયા હતા ત્યારબાદ લોકો એલર્ટ થઈ ગયા હતા. આ બિમારી આવતા પહેલા અહીં 265 ભૂંડ હતા જ્યારે 185 ભૂંડના બચ્ચા આ ફાર્મમાં હતા.

શું છે સ્વાઈન ફ્લુ
તમને જણાવી દઈએ કે આફ્રિકન સ્વાઈન ફીવરમાં ભૂંડમાં જોવા મળતી સંક્રમક બિમારી છે જે ખૂબ જ ઝડપથી ભૂંડમાં ફેલાય છે. આ બિમારી જ્યારે પોતાના ચરમ પર હોય છે ત્યારે મૃત્યુ દર ઘણો વધુ હોય છે. સ્વાઈન ફ્લુ અને આફ્રિકન સ્વાઈન ફ્લુ બંને અલગ-અલગ બિમારી છે. રાહતની વાત એ છે કે આફ્રિકન સ્વાઈન ફ્લુની માનવ પર અસર નથી થતી અને તેમનુ આરોગ્ય આનાથી પ્રભાવિત નથી થતુ પરંતુ ભૂંડમાં આ ઘણી ઝડપથી ફેલાય છે અને મોટી સંખ્યામાં ભૂંડના મોત થઈ જાય છે.