For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક પર બોલી મમતા- બાલાકોટ ઓપરેશનની વિગતો જોઈએ

પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક પર બોલી મમતા- ઓપરેશનની વિગતો જોઈએ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલ એરસ્ટ્રાઈક પર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ કહ્યું કે હવાઈ હુમલા બાદ પીએમ મોદીએ કોઈપણ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત નથી કરી. મમતા બેનરજીએ કહ્યું કે ઓપરેશનનું વિવરણ જાણવા માંગે છે. જ્યાં બોમ્બ વરસાવ્યા ત્યાં કેટલા લોકો મર્યા. તેમણે કહ્યું કે વિદેશી મીડિયામાં જણાવવામાં આવી રહ્યું છે કે ક્યાંય કોઈનું મૃત્યુ નથી થયું અને કેટલાક મીડિયા હાઉસે કહ્યું કે એકનું મૃત્યુ થયું છે. અમે વિવરણ જાણવા માંગીએ છીએ.

mamata banerjee

જણાવી દઈએ કે વિપક્ષી દળોએ કહ્યું હતું કે પીએણ મોદીએ ન સર્વદળિય બેઠક કરી કે ન તો કોઈને જાણકારી આપી. આ ક્રમમાં જ હવે મમતા બેનરજીનું પણ આ નિવેદન સામે આવ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે ત્રણેય સેનાઓ તરફથી કરવામા આવેલ પ્રેસ કોન્ફ્રેન્સમાં એર વાઈસ માર્શન આરજીકે કપૂરે કહ્યું કે અમારી પાસે દેખાડવા માટે સબૂત છે કે અમે જે કંઈપણ કરવા માંગતા હતા અને જે લક્ષ્ય નષ્ટ કરવા માંગતા હતા, અમે તે કરી બતાવ્યું. સબૂત સબૂત દેખાડવાનો નિર્ણય સીનિયર લીડરશિપના નેતૃત્વ પર છે.

મિરાજ વિમાનોથી પિકાસ્તાનમાં બોમ્બ વર્ષા

અગાઉ સોમવારે-મંગળવારે રાત્રે 3.30 વાગ્યે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં મિરાજ વિમાન દ્વારા બોમ્બ વર્ષા કરી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેટલાય ટ્રેનિંગ કેમ્પને નષ્ટ કરી દીધા હતા. ભારતીય વાયુસેનાના સૂત્રોના હવાલેથી અહેવાલ મળ્યા છે કે મિરાજ વિમાનોએ પીઓકે સ્થિત આતંકી ઠેકાણા ઉપર 1000 કિલોના બોમ્બ વરસાવ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતની આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જો કે, અગાઉ પાકિસ્તાન તરફથી આ દાવાને નકારી કાઢવામા ંઆવ્યો હતો, પરંતુ બાદમાં તેમણે કહ્યું કે આ હુમલાનો જવાબ દેશે.

આ પણ વાંચો- દેશને જીતાડી ઘરે પાછા ફરી રહ્યા છે વાયુસેનાના 'સિંઘમ' વિંગ કમાન્ડર અભિનંદન

English summary
After air strike, PM did not hold any all party meet, says west bengal CM mamata banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X