For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારના નિર્ણયથી ફરક નથી પડતો, મુસલમાન બાળકો પેદા કરવાનુ ચાલુ રાખશેઃ AIUDF

ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ ચીફ બદરુદ્દીન અજમલે કહ્યુ કે મુસલમાન કોઈની પણ નહિ સાંભળે અને બાળકો પેદા કરવાનુ ચાલુ રાખશે.

|
Google Oneindia Gujarati News

વધતી વસ્તીના કારણે અસમ સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે જો બેથી વધુ બાળકો હશે તો તેમને સરકારી નોકરી નહિ મળે. પરંતુ સરકારના આ નિર્ણયના વિરોધમાં ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ ચીફ બદરુદ્દીન અજમલે કહ્યુ કે મુસલમાન કોઈની પણ નહિ સાંભળે અને બાળકો પેદા કરવાનુ ચાલુ રાખશે.

ajmal

માત્ર 2 ટકા મુસલમાનને જ મળે છે સરકારી નોકરી

બદરુદ્દીને કહ્યુ કે હવે સરકાર આ કાયદો લઈને આવી છે કે મુસલમાનોને નોકરી આપવાથી રોકશે. સચ્ચર કમિટી અનુસાર 2 ટકાથી પણ ઓછા મુસલમાનોને નોકરી મળે છે. હવે મુસલમાનોમાં શિક્ષિત લોકોની સંખ્યા વધી રહી છે અને તે દુનિયાભરમાં કામ કરી રહ્યા છે. બદરુદ્દીન અજમલે કહ્યુ કે અમારો ધર્મ અને અમારો વ્યક્તિગત વિશ્વાસ છે કે જેને દુનિયામાં આવવાનુ છે તે આવશે. બદરુદ્દીને આ દરમિયાન અસમની ભાજપ સરકારની જોરદાર ટીકા કરી.

મુસલમાનો પર કોઈ ફરક નહિ પડે

બદરુદ્દીન અજમલે કહ્યુ કે તમે જે ઈચ્છો એ કાયદો બનાવી લો, મુસલમાનો પર તેની કોઈ અસર નહિ થાય. પ્રકૃતિ સાથે છેડતી યોગ્ય નથી. મુસલમાન બાળકો માટે જે કંઈ પણ કરવુ પડશે તે કરીશુ. આ બૂમો પાડવાથી કોઈ ફાયદો નથી કે મુસલમાનોના વધુ બાળકો છે. પ્રકૃતિ સાથે કોઈ લડાઈ ન લડવી જોઈએ. બદરુદ્દીને કહ્યુ કે એક તરફ જ્યાં આરએસએસ ચીફ મોહન ભાગવત કહે છે કે 10-10 બાળકો પેદા કરો અને સરકાર કહે છે કે બેથી વધુ બાળકો પેદા કરવા પર તેમને સરકારી નોકરી નહિ આપે.

સરકાર આરએસએસની નથી માનતી

સરકાર પર હુમલો કરતા બદરુદ્દીને કહ્યુ કે સરકારે પહેલા એ નિર્ણય લેવો જોઈએ કે તે શું કરવા ઈચ્છે છે. જે આરએસએસ કહે છે કે તે એ લોકોનુ માની નથી રહ્યા. 21 ઓક્ટોબરે અસમ વિધાનસભાએ આ બિલ પાસ કર્યુ હતુ ત્યારબાદ બેથી વધુ બાળકો પેદા કરનારાને સરકારી નોકરી નહિ આપવામાં આવે.

આ પણ વાંચોઃ IMD Warning: દિવાળીમાં ખલનાયક બન્યો વરસાદ, આજે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઆ પણ વાંચોઃ IMD Warning: દિવાળીમાં ખલનાયક બન્યો વરસાદ, આજે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

English summary
After Assam gov decision AIUDF leaders says we muslims continue to produce children.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X