20 ધારાસભ્યોની સભ્યતા રદ્દ થયા બાદ CM કેજરીવાલે કરી અપીલ

Written By:
Subscribe to Oneindia News

આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોની સભ્યતા રદ્દા થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણીના મૂડમાં આવી ગયા છે અને તેમણે પેટાચૂંટણી માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રીએ નજફગઢમાં એક સભા સંબોધિત કરી હતી, અહીંના આપના ધારાસભ્ય કૈલાશ ગેહલોતને અયોગ્ય ઠરાવવામાં આવ્યા છે. સીએમ કેજરીવાલે પોતાના સંબોધનમાં અહીંના લોકોને સમજી-વિચારીને મત આપવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, વિકાસના કાર્યોમાં કોઇ પણ પ્રકારની રાજનીતિ ન થવી જોઇએ.

Arvind kejriwal

ઉલ્લેખનીય છે કે, જે બેઠકો પર આપના ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવામાં આવ્યા છે, ત્યાં પાર્ટી મજબૂતી સાથે જીતી હતી. હવે ભાજપ અને કોંગ્રેસ માટે આ પેટાચૂંટણી બદલાયેલી પરિસ્થિતિઓમાં લોકસભા ચૂંટણી પહેલાની બહુ મોટી તક છે, જ્યારે તેઓ દિલ્હીના મતદારોના મૂડને પારખી શકે. 20 ધારાસભ્યોની સભ્યતા રદ્દ થયા બાદ સીએમ કેજરીવાલે પેટાચૂંટણી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. આ મામલે ટ્વીટ કરતાં અરવિંદ કેજરીવાલે લખ્યું હતું કે, મને લાગે છે કે ભગવાને કંઇ સમજી-વિચારીને જ પાર્ટીને 67 બેઠકો આપી હતી.

English summary
After disqualification of 20 MLAs, arvind Kejriwal appeals Delhi residents to vote wisely.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.