For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્ઝિટ પોલમાં ભાજપની જીત પર બોલ્યા યોગેન્દ્ર યાદવ, કહ્યું- કોંગ્રેસે ખતમ થઈ જવું જોઈએ

એક્ઝિટ પોલમાં ભાજપની જીત પર બોલ્યા યોગેન્દ્ર યાદવ, કહ્યું- કોંગ્રેસે ખતમ થઈ જવું જોઈએ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રવિવારે અંતિમ તબક્કાની ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં મોદી સરકાર ફરી એકવાર સત્તામાં આવતી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલ્સ ભાજપની આગેવાની વાળા એનડીએને 300થી વધુ સીટ આપી રહ્યા છે. જો કે લોકોને હવે 23મેના પરિણામનો ઈંતેજાર છે. આ દરમિયાન સ્વરાજ અભિયાનના અધ્યક્ષ અને ચૂંટણી વિશેષજ્ઞ યોગેન્દ્ર યાદવે ટ્વીટર પર કોંગ્રેસ પર પણ હુમલો બોલ્યો. તેમણે લખ્યું કે, 'The Congress Must Die' એટલે કે કોંગ્રેસે ખતમ થવું જોઈએ. યોગેન્દ્ર યાદવે કહ્યું કે આ સ્પષ્ટ નથી કે નરેન્દ્ર મોદી ફરી એકવાર સરકાર બનાવી રહ્યા છે પરંતુ ભાજપ પોતાના દમપર પૂર્ણ બહુમત હાંસલ નહિ કરે.

yogendra yadav

ટ્વિટર દ્વારા કોંગ્રેસ પર હુમલો બોલતા કહ્યું કે કોંગ્રેસે ખતમ થવું જોઈએ. જો આ ભારતના વિચારને બચાવવા માટે આ ચૂંટણીમાં ભાજપને રોકી ન શકે, તો ભારતના ઈતિહાસમાં આ પાર્ટીની કોઈ સકારાત્મક ભૂમિકા નથી. હવે આ બીજો વિકલ્પ બનવામાં ખુદ મોટી અડચણ બની ગઈ છે. અન્ય એક ટ્વીટમાં તેમણે કોંગ્રેસની ભારતીય ઈતિહાસમાં કોઈ સકારાત્મક ભૂમિકા ન હોવાની વાત પર સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે હું સ્વતંત્રતાથી પહેલા અને તેના તુરંત બાદ કોંગ્રેસની ભૂમિકાથી ઈનકાર ન કરી શકું. મારો મતલબ હતો કે ઈતિહાસમાં હવે તેના માટે સકારાત્મક ભૂમિકા નિભાવવા માટે કંઈ નથી બચ્યું.

કોંગ્રેસના પ્રવક્તા ખુશબુ સુંદરે યોગેન્દ્ર યાદવની ટિપ્પણીનો જવાબ આપતા ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે હું કોંગ્રેસ છું. હું ભારત છું. તમે ઈચ્છો છો તેવી રીતે હું મરવા નથી જઈ રહ્યો. યોગેન્દ્ર યાદવજી તમારાથી ભારે નિરાશા થઈ. બુરાઈને રોકવા માટે હંમેશા કોંગ્રેસે જ કેમ હોવું જોઈએ. એક સામૂહિક પ્રયાસ હોવો જોઈએ. યાદ રાખો કે ક્ષયની પ્રક્રિયા ઉપચારની તુલનામાં તેજ હોય છે.

જ્યારે અન્ય એક ટીવી ચેનલ સાથે વાત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે પાછલી વખતે બાજપની સરખામણીએ 30માંથી 50થી વધુ સીટ નથી ગુમાવાઈ રહી અને કોંગ્રેસ માટે 2014માં 44ની સરખામણીએ બેગણાથી વધુ સીટ મળવાની સંભાવના નથી. જો કે યોગેન્દ્ર યાદવનું માનવું છે કે ઉત્તર પ્રદેશને નુકસાન થવાની સંભાવના છે. તેમના મુજબ સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન ભાજપની સીટોને અડધી કરવા માટે પર્યાપ્ત છે.

આ પણ વાંચો- કમલનાથ સરકાર પર સંકટ, ભાજપે બહુમત સાબિત કરવાની માંગ કરી

English summary
after exit polls yogendra yadav twitted, says congress must die
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X