For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમલનાથ સરકાર પર સંકટ, ભાજપે બહુમત સાબિત કરવાની માંગ કરી

લોકસભા ચૂંટણી 2019 મતદાન પૂરું થવાની સાથે જ એક્ઝીટ પોલ પરિણામોએ મોટી રાજકીય હલચલ પેદા કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 મતદાન પૂરું થવાની સાથે જ એક્ઝીટ પોલ પરિણામોએ મોટી રાજકીય હલચલ પેદા કરી દીધી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર માટે મુસીબત ઉભી થઇ છે. ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને કહ્યું કે પ્રદેશમાં કમલનાથ સરકાર બહુમતમાં નથી. ભાજપે કમલનાથ સરકાર ને બહુમત સાબિત કરવા માટે જણાવ્યું છે. ભાજપે રાજ્યપાલ પાસે માંગ કરી છે કે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવે.

આ પણ વાંચો: અમિત શાહે એનડીએ નેતાઓને ડિનર પર બોલાવ્યા, કાલે કેબિનેટ બેઠક થશે

મુસીબતમાં કમલનાથ સરકાર

મુસીબતમાં કમલનાથ સરકાર

મધ્યપ્રદેશની કમલનાથ સરકાર મુસીબતમાં આવી ગઈ છે. એક્ઝીટ પોલના પરિણામ સામે આવતાની સાથે જ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પાસે બહુમત નથી તેવો દાવો રજુ કર્યો છે. ભાજપે મધ્યપ્રદેશ રાજ્યપાલ આનંદીબેનને પત્રને દાવો કર્યો છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાસે બહુમત નથી એટલા માટે વિશેષ સત્ર બોલાવીને તેમને બહુમત સાબિત કરવાનું કહે. ભાજપા નેતા આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.

મધ્યપ્રદેશમાં સત્તા પલટો થવાના એંધાણ

મધ્યપ્રદેશમાં સત્તા પલટો થવાના એંધાણ

મધ્યપ્રદેશમાં જે રીતે રાજનૈતિક તોફાન ઉઠ્યું છે, ત્યારપછી સત્તા પલટો થવાના એંધાણ લાગી રહ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપ કમલનાથ સરકારને હટાવીને સત્તા પલટો કરી શકે છે. આપને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. કોંગ્રેસે 113 સીટો મેળવી જયારે ભાજપે 109 સીટો મેળવી હતી. ભાજપે કોંગ્રેસને બહુમત સાબિત કરવા માટે કહ્યું છે, જેનો મતલબ છે કે કોંગ્રેસના કેટલાક વિધાયકો ભાજપના સંપર્કમાં છે.

પોતાની રીતે જ ભાજપ સરકાર પડી રહી છે

પોતાની રીતે જ ભાજપ સરકાર પડી રહી છે

એએનઆઈ સાથે વાતચીતમાં ગોપાલ ભાર્ગવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મધ્યપ્રદેશ સરકાર પોતાની રીતે જ પડી રહી છે, ખરીદવા અને ખેંચતાણમાં મારો કોઈ જ વિશ્વાસ નથી. હવે કોંગ્રેસના જવાનો સમય આવી ગયો છે. ભાજપા નેતા ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ નિર્ણય રાતોરાત નથી લેવામાં આવ્યો.

English summary
BJP asks mp governor for special session wants kamal nath to prove majority
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X