‘સોનિયા ગાંધીને સ્ટ્રિપ કરી ઇટલી મોકલવા જોઇએ’

Google Oneindia Gujarati News

જયપુર, 31 માર્ચઃ રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય હીરાલાલ રેગે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ બબાલ મચી ગઇ છે. રાજસ્થાનના ટોંકમાં રેલી દરમિયાન ભાજપના ધારાસભ્ય હીરાલાલ રેગરે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કપડાં ઉતારીને ઇટલી મોકલવામાં આવવા જોઇએ.

sonia-gandhi--rajasthan
રેગરના નિવેદન પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પાર્ટીએ રેગરના નિવેદનને લઇને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. આ મામલે વિવાદ વધતો જોઇને રેગરે બાદમાં ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં પોતાના નિવેદન અંગે માફી માગી છે. રેગરે કહ્યું કે તેમના નિવેદને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે અને તેમણે આવું કંઇ કહ્યું નહોતુ. રેગરે કહ્યું કે મે કોઇનું નામ લીધું નહોતુ અને જો કોઇને મારા નિવેદનથી દુઃખ થયું હોય તો તેના માટે હું માફી માગું છું.

નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા યુપીના સહારનપુરથી કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્રમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમર્થકોને સંબોધીત કરતા મસૂદે કહ્યું હતું કે મોદી યુપીને ગુજરાત બનાવવા માગે છે. ગુજરાતમા માત્ર ચાર ટકા મુસલમાન છે. યુપીમાં 42 ટકા મુસ્લિમ છે. મોદીને સબક શીખવતા આવડે છે. મોદીના ટૂકડે ટૂકડા કરી નાંખીશ.

English summary
As the Lok Sabha election dates are approaching fast, Indian politics is getting dirtier. After hate speech against Narendra Modi, now Sonia Gandhi and her son Rahul have become victims of such nasty politics. A BJP MLA threatened to strip Mrs Gandhi and her son if their party comes back to power after the up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X