For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ

હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં સંડોવણી હોય પી ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી ગઈ છે. સીબીઆઈ છેલ્લી 48 કલાકથી પી. ચિદમ્બરમને શોધી રહી હતી. આખરે 48 કલાક બાદ બુધવારે સાંજે પી ચિદમ્બરમ મીડિયા સામે આવ્યા અને કહ્યું હતું કે તેઓ કાનૂનની શરણમાં આવ્યા છે પરંતુ એજન્સીઓએ શુક્રવાર સુધી રાહ જોવી જોઈતી હતી. ચિદમ્બરમ મીડિયા સમક્ષ આવતાની સાથે જ સીબીઆઈની ટીમ પી ચિદમ્બરમના ઘરે પહોંચી ગઈ હતી.

હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો

હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો

જો કે પી ચિદમ્બરમે ઘરના દરવાજા બંધ કરી દેતાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ભારે જહેમત બાદ આખરે સીબીઆઈની એક ટીમ બહાર આવી અને ઘરની પાછળનો રસ્તો ખાલી કરાવ્યો. પી ચિદમ્બરમની ધરપકડ કરી તેમને સીબીઆઈના હેડક્વાર્ટર્સે લઈ જવામાં આવી રહ્યા છે. કોંગ્રેસી કાર્યકરોએ ચિદમ્બરમને લઈ જતી ગાડીને રોકવાની કોશિશ કરી સરકારી કાર્યમાં અડચણ પેદા કરી હતી જો કે સ્થાનિક પોલીસે કાર્યકરોને ત્યાંથી દૂર કર્યા હતા.

જાણો શું હતો મામલો?

તપાસ એજન્સીઓનો દાવો છે કે વર્ષ 2007માં જ્યારે ચિદમ્બરમ નાણા મંત્રી હતા ત્યારે તેમણે પીટર મુખરજી અને ઈન્દ્રાણી મુખરજીની કંપની આઈએનએક્સ મીડિયાને મંજૂરી અપાવી. જે બાદ આ કંપનીમાં કથિત રૂપે 305 કરોડનું વિદેશી રોકાણ આવ્યું હતું. માત્ર 5 કરોડના રોકાણની મંજૂરી મળી હતી પરંતુ આઈએનએક્સ મીડિયામાં 300 કરોડથી વધુનું રોકાણ થયું. કથિત રૂપે ખુદને બચાવવા માટે આઈએનએક્સ મીડિયાએ કાર્તિ ચિદમ્બરમ સાથે ષડયંત્ર કર્યું અને સરકારી ઑફિસર્સને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. દાવો છે કે ચિદમ્બરમના દીકરા કાર્તિએ લાંચ લીધી હતી.

ચિદમ્બરની કાયદાકીય ટીમે શું કહ્યું?

ચિદમ્બરની કાયદાકીય ટીમે શું કહ્યું?

ચિદમ્બરની કાયદાકીય ટીમે કહ્યુ કે નોટિસમાં કાયદાની એ જોગવાઈનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે જે હેઠળ તેમને બોલાવી શકાય. સાથે તેમણે તેમને સર્વોચ્ચ અદાલતમાં બુધવારે સવારે તેમની અરજી પર સુનાવણી થતા પહેલા કોઈ બળપૂર્વક કાર્યવાહી ન કરવાની અપીલ પણ કરી. સીબીઆઈ ટીમ બુધવારે સવારે એક વાર ફરીથી ચિદમ્બરમના નિવાસ સ્થાને પહોંચી હતી. ઈડીએ તેમની સામે લુકઆઉટ નોટિસ પણ આપી છે. ચિદમ્બરમને સર્વોચ્ચ અદાલતમાંથી બુધવારે કોઈ પણ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટ હવે પૂર્વ નાણામંત્રીની અરજી પર શુક્રવારે સુનાવણી કરશે.

<strong>પી ચિદમ્બરમના ઘરમાં દિવાલ કૂદીને ઘૂસ્યા CBIના અધિકારીઓ, જુઓ વીડિયો</strong>પી ચિદમ્બરમના ઘરમાં દિવાલ કૂદીને ઘૂસ્યા CBIના અધિકારીઓ, જુઓ વીડિયો

English summary
after high voltage drama foremer finance minister p chidambaram arrested by cbi team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X