For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ભૂલી ગયા પણ મુઝફ્ફરનગર તો યાદ હશે: તોગડિયા

|
Google Oneindia Gujarati News

ઇંદોર, 20 જુલાઇ: વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) નેતા પ્રવીણ તોગડિયાએ એક વાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તોગડિયાએ અમરનાથ યાત્રિયો પર હુમલો કરનારાઓને ખુલી ચેતવણી આપતા જણાવ્યું કે હિન્દુઓના ધૈર્યની પરીક્ષા ના લે. સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીર સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવાથી બચી રહી છે.

તોગડિયાએ મુસલમાનોને ચેતાવણી ભર્યા લહેઝામાં જણાવ્યું કે 'તેઓ ગુજરાતને ભલે ભૂલી ગયા હોય, પરંતુ મુઝફ્ફરનગરને તો નહીં જ ભૂલ્યા હોવ. હિન્દુ નેતાએ જણાવ્યું કે હિન્દુઓની સહનશીલતાની પરીક્ષા ના લે. હિન્દુઓ પણ ઇંટ અને પત્થર ઉઠાવી શકે છે' તોગડિયાએ જણાવ્યું કે અમરનાથ યાત્રિયો પર હુમલાથી મુગલકાલની યાદ તાજા થઇ ગઇ છે.

pravin togadiya
વીએચપી નેતાએ જણાવ્યું કે 'હિન્દુઓની સહનશીલતાને નબળાઇ સમજવાની ભૂલ બિલકૂલ કરવી જોઇએ નહીં. તેઓ પણ હાથમાં ઇંટ અને પત્થર ઉઠાવી શકે છે.' તોગડિયાએ જમ્મુ-કાશ્મીર સરકાર પર પણ આરોપ લગાવ્યો અને જણાવ્યું કે તેઓ આતંકીઓ પર કડક કાર્યવાહી કરવાથી બચી રહી છે.

તોગડિયાએ હુમલામાં સામેલ લોકોને તુરંત ગિરફ્તાર કરી તેમની પર ફાસ્ટ ટ્રેક કોર્ટ હેઠળ કેસ ચલાવવાની માંગ કરી છે. સાજે જ તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે પોતાના એક સીનિયર અધિકારીને પણ પરિસ્થિતિની ભાળ મેળવવા માટે ત્યાં મોકલવા જોઇએ.

English summary
Against the backdrop of violence at a base camp of the Amarnath Yatra, Vishwa Hindu Parishad (VHP) leader Pravin Togadia on Saturday issued a veiled warning to the Muslims, saying they may have forgotten the 2002 Gujarat riots but would remember the Muzaffarnagar riots of last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X