For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સોનિયા વિચારે છે મોદી અને બાબા ના હોત તો મારો દીકરો PM બની જાત'

|
Google Oneindia Gujarati News

baba ramdev
લખનઉ, 18 જુલાઇ : યોગ ગુરુ બાબા રામદેવ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આડા હાથે લીધા છે. તેમણે જણાવ્યું કે 'ભોંદૂ'(ડફોળ) રાહુલ ગાંધીને અકલ હોત તે તેઓ તેને પ્રધાનમંત્રી બનાવી શકતા હતા.

લખનઉમાં બુધવારે એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન પોતાના જાણીતા અંદાજમાં જણાવ્યું કે 'સોશિયલ મીડિયા પર જેને 'ભોંદૂ' અને 'પપ્પુ' કહેવામાં આવે છે તે દેશની સમસ્યાઓ પર કંઇ બોલતા નથી. એ અણસમજુને સમજણ નથી અને તેની મા એવું વિચારે છે કે જો બાબા અને મોદી આગળ ના આવતા તો તેનો દીકરો પ્રધાનમંત્રી બની ગયો હોત. અમે તેને પ્રધાનમંત્રી બનાવી પણ દેતા પરંતુ તેના માં બુદ્ધી તો હોવી જોઇએ.'

આ પ્રસંગે બાબા રામદેવે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને આડા હાથે લેવામાં ચૂક્યા નહીં. તેમણે જણાવ્યું કે 'સોનિયાનો રાયબરેલીમાં એવા જ હાલ થશે જે ઇન્દિરાનો થયો હતો. અમે પોતે રાયબરેલી જઇશું અને જેમણે દેશને ખાડામાં નાખ્યો છે તેમનો હિસાબ કરીશું. રૂપિયાનો ભાવ નીચે ગયો, ભ્રષ્ટાચારમાં વધારો થયો અને આ બધા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.'

જ્યાં બિહારમાં મધ્યાહન ભોજન ખાવાથી થયેલા 21 બાળકોના મોત પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુનેગારો સામે હત્યાનો કેસ નોંધાવવો જોઇએ, સાથે સાથે તેમણે રાજ્યના મુખ્યમંત્રી નીતિ કુમારને પૂછ્યું કે જો તેમના બાળકો સાથે આવું થતું તેઓ કેવી કાર્યવાહી કરાવતા? બાબા જણાવ્યું કે 'આ પ્રકારની ઘટનાઓ આપણી વ્યવસ્થા પર સવાલ પેદા કરે છે. ગૂનેગારો પર હત્યાનો કેસ નોંધાવો જોઇએ.'

આની સાથે જ રામદેવે ઉત્તરાખંડ સરકાર પર પણ સવાલ ઉઠાવતા જણાવ્યું કે 'ઉત્તરાખંડ આપદા માટે જવાબદાર વ્યક્તિઓની સામે કોઇ કાર્યવાહી નથી થઇ. ઉત્તરાખંડ સરકાર અમને અધિકાર આપી દે તો અમે એખ મહીનાની અંદર બદ્રીનાથ સુધી રસ્તો બનાવી દઇશું.'

તેમણે ફૂડ સિક્યુરિટી બિલની સામે સમાજવાદી પાર્ટી સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના નિવેદનના વખાણ કર્યા અને જણાવ્યું કે અન્ન પેદા કરવાની કિંમત ખેડૂતોને મળવી જોઇએ. જો તેનો ખ્યાલ રાખ્યા વગર કેન્દ્ર તેને લાગુ કરશે તો તે જનતાની દુશ્મન છે.

English summary
Again Baba Ramdev slam on Rahul gandhi, he has no mind how can we make PM to him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X