For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અગ્નિ-5 મિસાઈલ હવે વધુ તાકાતવર, 7 હજાર કિલોમિટર સુધી વાર કરશે, જાણો તમામ ખાસિયત

ભારત હવે સતત તેના હથિયારોની ક્ષમતા લધારી રહ્યું છે. હાલમાં જ ભારતે તેની અગ્નિ-5 મિસાઈલનું પરિક્ષણ કર્યુ હતું. ભારત માટે મહત્વની ગણાતી આ મિસાઈલની ક્ષમતા હવે 5 હજારથી વધારી 7 હજાર કિલોમીટર કરી દેવાઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારત હવે સતત તેના હથિયારોની ક્ષમતા લધારી રહ્યું છે. હાલમાં જ ભારતે તેની અગ્નિ-5 મિસાઈલનું પરિક્ષણ કર્યુ હતું. ભારત માટે મહત્વની ગણાતી આ મિસાઈલની ક્ષમતા હવે 5 હજારથી વધારી 7 હજાર કિલોમીટર કરી દેવાઈ છે.

agni 5

સામે આવી રહેલી વિગતો અનુસાર, અગ્નિ-5 પરમાણુ બેલિસ્ટિક મિસાઈલનો વજન 20 ટકા સુધી ઘટાડાયો છે અને તેની મારક ક્ષમતા 5 હજારથી વધારીને 7 હજાર કિલોમીટર કરાઈ છે. ડિફેન્સ સાથે જોડાયેલા સુત્રો અનુસાર, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે DRDOએ મિસાઈલમાં સ્ટીલની જગ્યાએ કમ્પોઝિટ મટિરિયલ વાર્યુ છે. તેના કારણે મિસાઈલનું વજન હવે 20 ટકા ઓછું થઈ ગયું છે. હવે જો સરકાર ઇચ્છે તો તેની ફાયરપાવરને 7 હજાર કિલોમીટરથી આગળ વધારી શકાય છે.

સુત્રો અનુસાર, સરકાર પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ અગ્નિ-5 મિસાઈલની રેન્જ વધારવા ઈચ્છતી હતી. આ માટે ડીઆરડીઓએ તેને અપગ્રેડ કરી. હવે તેની રેન્જ વધારીને 7 હજાર કિલોમીટર કરાઈ છે. આ મિસાઈલ નિર્ધારિત રેન્જને હાંસલ કરવામાં સક્ષમ છે. એવી અપેક્ષા છે કે અગ્નિ શ્રેણીની બાકીની મિસાઇલો સાથે પણ આ જ કરાશે.

English summary
Agni-5 missile will now travel up to 7 thousand kilometers, know all the features
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X