For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gearing Up : તેવા જ અંદાજમાં આગ્રા આવશે ઓબામા કે જેમ શાહજહાં આવતા હતાં!

|
Google Oneindia Gujarati News

barack-obama-on-kite
નવી દિલ્હી/આગ્રા (વિવેક શુક્લા). તાજ મહેલના દીદાર માટે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા શાહી બગ્ગી વડે તાજ મહેલ પહોંચશે કે પોતાની સ્પેશિયલ કાર વડે? જોકે હજી સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય તો નથી થયો, પણ બાબતની શક્યતાઓ શોધવામાં આવી રહી છે કે શું તેમને બગ્ગીમાં તાજ મહેલ લાવી શકાય છે? તેઓ 27મી જાન્યુઆરીએ તાજ નગરી પહોંચશે.

obama
માહિતગારોએ જણાવ્યું કે બરાક ઓબામા પોતાના પત્ની મિશેલ ઓબામા સાથે ઍરપોર્ટ ઉપરથી સીધા હોટેલ અમર વિલાસ જશે. ત્યાંથી તાજ મહેલ જોવા માટે રવાના થશે. હોટેલમાંથી શાહી બગ્ગીમાં તેઓ તાજ મહેલ પહોંચી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ બંને વિકલ્પો પર એડવાંસ ટીમે સઘનતાપૂર્વક વિચાર કર્યું છે.

barack-obama
એડવાંસ ટીમ તાજ નગરીમાં
આગ્રાના વરિષ્ઠ પત્રકાર સી કે મિશ્રએ જણાવ્યું કે અમેરિકાની એડવાંસ ટીમે આગ્રા આવતા રાષ્ટ્રપતિને કોઈ ખાસ વાહનમાં તાજ મહેલ સુધી લઈ જવા અંગે વાત કરી, તો શણગારેલી ગોલ્ફ કાર્ટ તથા બૅટરી સંચાલિત બસનો વિકલ્પ પણ આપવામાં આવ્યો. શાહી બગ્ગીમાં જવાની વાત પણ ચાલી. તે અંગે પણ વિચાર કરવામાં આવ્યું.

modi-obama
સખત સલામતી
ભારતીય અને અમેરિકી સુરક્ષા કર્મચારીઓ રાષ્ટ્રપતિ નિઃશંકપણે સાથે જ હશે. ટીમને બતાવાયું કે જે રસ્તેથી ઓબામા પસાર થશે, ત્યાં કોઈ પક્ષી પણ ફરકી નહીં શકે. આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આવી વ્યવસ્થા હોવાથી એડવાંસ ટીમે શાહી બગ્ગી અંગે પણ વિચાર કર્યું. અમેરિકી રાષ્ટ્રપતિની વિઝિટને ઐતિહાસિક બનાવવા માટે દરેક પાસાએ ચર્ચા-મંત્રણા કરવામાં આવી રહી છે.

English summary
Agra city of Uttar Pradesh is gearing up to receive American President Barack Obama. Advance US team is already in Agra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X