અમદાવાદથી ગુવાહાટી પહોંચેલી સ્પાઈસજેટ ફ્લાઈટના બે યાત્રીઓ કોરોના પૉઝિટીવ
સ્પાઈસજેટની ફ્લાઈટથી યાત્રા કરનાર બે વ્યક્તિનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. આ ફ્લાઈટ અમદાવાદથી દિલ્લી થઈને ગુવાહાટી પહોંચી હતી.
સ્પાઈસજેટની ફ્લાઈટથી યાત્રા કરનાર બે વ્યક્તિનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. આ ફ્લાઈટ અમદાવાદથી દિલ્લી થઈને ગુવાહાટી પહોંચી હતી. એરલાઈન તરફથી બુધવારે બે યાત્રીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવવાની માહિતી આપવામાં આવી છે. જણાવવામાં આવ્યુ છે કે 25 મેના રોજ બંને મુસાફરોએ સ્પાઈસ જેટની ફ્લાઈટથી મુસાફરી કરી હતી. હવે બંને મુસાફોના સંપર્કમાં આવેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

સ્પાઈસજેટ તરફથી જણાવવામાં આવ્યુ છે કે પૉઝિટીવ મળી આવેલ મુસાફરોએ એસજી-8194 (અમદાવાદ-દિલ્લી) અને એસજી-8152(દિલ્લી-ગુવાહાટી) ફ્લાઈટમાં યાત્રા કરી હતી. ગુવાહાટી પહોંચ્યા બાદ યાત્રીઓના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી અને તેમને ક્વૉરંટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. તેમનો તપાસ રિપોર્ટ 27મેના રોજ આવ્યો. આ યાત્રીઓ પાસે જેમની સીટ હતી તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
ઈન્ડિગોની ફ્લાઈટનો એક યાત્રી પણ કોરોના પૉઝિટીવ ઈન્ડિયોની ફ્લાઈટમાં સફર કરનાર એક વ્યક્તિ પણ કોરોના પૉઝિટીવ આવી ચૂક્યો છે. ઈન્ડિગોના વિમાનમાં 25મેની સાંજે ચેન્નઈથી કોઈમ્બતૂરની ઉડાનમાં સવાર યાત્રી કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સરકાર પાસેથી પરવાનગી મળ્યા બાદ દેશમાં 25 મેથી ઘરેલુ ઉડાનો શરૂ થઈ છે. લૉકડાઉનના કારણે લગભગ 2 મહિના બાદ ઉડાનો શરૂ થઈ છે.
વળી, કોરોના વાયરસના ખતરો દેશ અને દુનિયામાં સતત વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 6566 નવા કેસ સામે આવ્યા છે અને 194 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેશભરમાં કુલ કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 158333 થઈ ગઈ છે અને અત્યાર સુધી 4531 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યારે 86,110 સક્રિય કેસ છે એટલે કે આ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 67, 692 લોકો અત્યાર સુધી સંક્રમણ બાદ રિકવર થઈ ચૂક્યા છે અને તે હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
