જયલલિતાના મૃત્યુ અંગે AIADMKના નેતાએ ઉઠાવ્યા ગંભીર સવાલ

Written By:
Subscribe to Oneindia News

તમિલનાડુ ના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા ના મૃત્યુને લઇને એઆઇડીએમકે ના નેતા પીએચ પંડિયને ઘણા સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, જયલલિતાને તેમના પોએસ ગાર્ડન સ્થિત નિવાસ સ્થાન પર કોઇએ ધક્કો માર્યો હતો, જે પછી તેમને 22 સપ્ટેમ્બરના રોજ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએચ પંડિયન એઆઇડીએમકેના વરિષ્ઠ નેતા અને તમિલનાડુ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

jayalalithaa

પીએચ પંડિયને આ વાતો એ સમયે કહી હતી જ્યારે તેઓ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ ના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમ્મા(જયલલિતા)ને ધક્કો મારતા તે પડી ગયા હતા. કોઇને નથી ખબર કે એ પછી અમ્મા સાથે શું થયું? એક પોલીસ અધિકારીએ એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ત્યાંથી 27 જેટલા સીસીટીવી કેમેરા ખેડી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને જવાબ આપવો જોઇએ, કે એ સીસીટીવી કેમેરાને ત્યાંથી કેમ ખસેડવામાં આવ્યા?

પંડિયને કહ્યું, હું જાતે આ મામલે તપાસ કરી રહ્યો છું

એઆઇડીએમકેના નેતા પીએચ પંડિયને આગળ કહ્યું કે, જયલલિતાનું નિધન 4 ડિસેમ્બરના રોજ સાંજે 4.30 વાગે જ થયું હતું, પરંતુ હોસ્પિટલ દ્વારા 5 ડિસેમ્બર દ્વારા તેમના નિધનની જાહેરાત કરવામાં આવી. એઆઇડીએમકે નેતા એ પણ જાણવા માંગે છે કે, પરિવારના કયા સભ્યએ જયલલિતાની મેડિકલ ટ્રિટમેન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમની પાસે આ જાણકારીએ ક્યાંથી આવી, તો તેમણે કહ્યું મારી પાસે મારા પોતાના સૂત્રો છે. હું પોતાની રીતે આ મામલાની તપાસ કરી રહ્યો છું.

અહીં વાંચો - કેરળઃ RSS કાર્યાલય પર ફેંકાયો બોમ્બ, 3 કાર્યકર્તા ઘાયલ

એઆઇડીએમકે નેતાએ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનને પૂછ્યા સવાલો

પીએચ પંડિયને કહ્યું કે, જયલલિતાને આપવામાં આવેલી ટ્રિટમેન્ટમાં ઘણી જાતની શંકાઓ ઊભી થઇ છે. તેઓ ત્યારે મુખ્યમંત્રી હતા અને આથી તેમને એસપીજી સુરક્ષા આપવામાં આવી હતી. શું એસપીજી એક્ટ હેઠળ તેમના ખાવાનાની તપાસ કરવામાં આવશે? તેમને હોસ્પિટલમાં જવાની પરવાનગી આપવામાં કેમ નથી આવી? તેમણે સવાલ ઉઠાવતાં કહ્યું કે, અપોલો હોસ્પિટલમાં ઘણા ફિઝિયોથેરાપિસ્ટ છે. એવામાં જયલલિતાના ઇલાજ માટે સિંગાપુરથી ફિઝિયોથેરાપિસ્ટ કેમ બોલાવવમાં આવ્યા? એવા જ ઘણા સવાલ એઆઇડીએમકે નેતા પીએચ પંડિયને ઉઠાવ્યા છે.

English summary
AIADMK leader says Jayalalithaa was hospitalized after someone pushed her.
Please Wait while comments are loading...