For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો મુસ્કાનને હેરાન કરવામાં આવી રહી હોય તો મને Z શ્રેણી આપવાનો શું અર્થ?: ઓવૈસી

કર્ણાટકમાં હિજાબ વિવાદ ચાલુ છે. આને લઈને AIMIM પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરીથી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ ચાલુ છે. આને લઈને AIMIM પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરીથી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે મે ગૃહ મંત્રાલયની Z પ્લસ સુરક્ષાનો ઈનકાર કરી દીધો છે કારણકે જો આ દેશમાં મુસ્કાન જેવી મુસ્લિમ છોકરીઓને જોખમ હોય તો અસદુદ્દીન ઓવૈસીમાં જોખમમાં છે. આ પહેલા ઓવૈસીએ મુસ્કાનના પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી.

owaisi

યુપીમાં એક પડકાર રેલીને સંબોધિત કરીને ઓવૈસીએ કહ્યુ કે યુપીમાં થયેલા હુમલા બાદ મારા જીવને જોખમ હતુ. આ કારણે તમે(સરકાર) મને સુરક્ષા આપી રહ્યા હતા પરંતુ મને Z શ્રેણી સુરક્ષાની જરુર નથી અને ઓવૈસીને સુરક્ષા આપવાનો શું અર્થ છે જો મુસ્કાન જેવી છોકરીને હેરાન કરવામાં આવતી હોય તો? જો મુસ્કાનને જોખમ હોય તો તેમને પણ જોખમ છે. આ પહેલા મીડિયા સાથે વાત કરીને ઓવૈસીએ કહ્યુ હતુ કે જો મુસ્કાનની જગ્યાએ લક્ષ્મી નામની છોકરી હોત તો પણ તે એનુ સમર્થન કરત.

કોણ છે મુસ્કાન?

કર્ણાટકમાં સ્કૂલો-કૉલેજોમાં હિજાબ સાથે એન્ટ્રી બેન કરી દેવામાં આવી છે જેનો મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યા હતા. આ નિર્ણયના સમર્થનમાં પણ ઘણા બધા સંગઠન ઉતરી આવ્યા. હાલમાં જ મુસ્કાન નામની છોકરી કે જે બીકૉમના સેકન્ડ યરમાં છે તે હિજાબ પહેરીને કૉલેજ પહોંચી હતી. આના પર ત્યાં હાજર પ્રદર્શનકારીઓએ તેને હિજાબ કાઢવા માટે કહ્યુ. જેના પર મુસ્કાન અલ્લાહ-હૂ-અકબરનો નારો લગાવવા લાગી. આનો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થયો હતો.

હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો

કર્ણાટક હાઈકોર્ટમાં પણ આને લઈને ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર ગુરુવારે સુનાવણી થઈ. કોર્ટે કહ્યુ કે અમે પહેલા એ જોઈશુ કે હિજાબ પહેરવો મૌલિક અધિકાર છે કે નહિ. ત્યારબાદ આના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી સ્કૂલ-કૉલેજોમાં કોઈ ધાર્મિક પ્રતીક પહેરીને નહિ આવે. આને લઈને કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી હતી પરંતુ ત્યાં સુનાવણી ના થઈ. સર્વોચ્ચ અદાલતે કહ્યુ કે પહેલા હાઈકોર્ટને સુનાવણી કરવા દો, બાદમાં અમે એને જોઈશુ.

English summary
AIMIM chief Asaduddin Owaisi On Karnataka Hijab Row, Muskan and Z security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X