For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર ઈન્ડિયાનું સર્વર 5 કલાક રહ્યુ ઠપ્પ, દુનિયાભરના એરપોર્ટ પર ફસાયા મુસાફરો

એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થવાથી શનિવારે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થવાથી શનિવારે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વરમાં મુશ્કેલી આવવાના કારણે એર ઈન્ડિયાની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર પણ ઘણી અસર પડી. માહિતી મુજબ આ મુશ્કેલી એરલાઈન્સના SITA સર્વરમાં થઈ હતી જેના કારણે મુસાફરો સવારે 3.30 વાગ્યાથી મુશ્કેલીમાં રહ્યા. એર ઈન્ડિયાના સીએમડી અશ્વવી લોહાનીનું નિવેદન આવ્યુ છે જેમાં તેમણે કહ્યુ કે સર્વર રિસ્ટોર થઈ ગયુ છે.

air india

5 કલાક સુધી હેરાન થયા મુસાફરો

સર્વર ખરાબ થવાના કારણે મુસાફરોને બોર્ડિંગ પાસ પણ મળ્યા નહોતા. દિલ્લી એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો ફસાયેલા હતા. વળી, એર ઈન્ડિયાએ આ અસુવિધા માટે દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે સર્વરને જલ્દી રિકવર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તેમની ટીમ આ કામમાં જોડાઈ ગઈ છે.

ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર અસર

5 કલાક સુધી દુનિયાભરમાં મુસાફરો 3.30 વાગ્યાથી એર ઈન્ડિયાનું સર્વર ડાઉન હોવાના કારણે હેરાન થયા. આમાં ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર પણ અસર પડી. ફ્લાઈટોમાં વિલંબ થવાના કારણે મુસાફરો સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદો કરી રહ્યા હતા. મુંબઈ એરપોર્ટ પર ફસાયેલા એક મુસાફરે ફરિયાદ કરીને ટ્વીટ કર્યુ કે કમસે કમ 2 હજાર મુસાફરો ફસાયેલા છે.

SITA સોફ્ટવેર ડાઉન હોવાના કારણે મુસાફરોને થઈ મુશ્કેલી

આખા ભારતમાં SITA સર્વર ડાઉન હોવાના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમુક મુસાફરોનું કહેવુ હતુ કે તેમને એર ઈન્ડિયાના કર્મચારીઓ પાસેથી સંતોષજનક જવાબ પણ નથી મળી રહ્યો. જ્યારે એર ઈન્ડિયાએ કહ્યુ કે સર્વરને જલ્દી ઠીક કરી લેવામાં આવશે. ટેકનિકલ ટીમ સવારથી સર્વર ઠીક કરવામાં લાગી ગઈ છે.

આ પણ વાંચોઃ કર્ણાટક પોલીસે જાહેર કરી ચેતવણી, કેટલાય રાજ્યોને ટાર્ગેટ બનાવી શકે આતંકીઓઆ પણ વાંચોઃ કર્ણાટક પોલીસે જાહેર કરી ચેતવણી, કેટલાય રાજ્યોને ટાર્ગેટ બનાવી શકે આતંકીઓ

English summary
Air India flights affected as airline's SITA server is down all over India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X