For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર ઈન્ડિયાની ધમાકેદાર ઑફર, લાસ્ટ મિનિટ બુકિંગ પર મળશે ભારે છૂટ

એર ઈન્ડિયાની ધમાકેદાર ઑફર, લાસ્ટ મિનિટ બુકિંગ પર મળશે ભારે છૂટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર શાનદાર ઑફર આપવાનું એલાન કર્યું છે. જે અંતર્ગત યાત્રિઓને ટિકિટ પર ભારે છૂટ મળશે. જણાવી દઈએ કે સામાન્ય રીતે ઈમર્જન્સીમાં યાત્રા કરનાર લોકોને એર ટિકિટની તગડી કિંમત ચૂકવવી પડે છે. પરંતુ એરલાઈને જે ઑફર આવી છે તે આની તદ્દન વિપરિત છે. એટલે કે લાસ્ટ મિનિટ ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ઉડાણની 3 કલાક પહેલા ટિકિટ લીધી તો છૂટ મળશે

ઉડાણની 3 કલાક પહેલા ટિકિટ લીધી તો છૂટ મળશે

એર ઈન્ડિયાએ આ ઑફર અંતર્ગત જો ફ્લાઈટમાં સીટ ખાલી રહી જાય છે અને ઉડાણની ત્રણ કલાક પહેલા કોઈ ટિકિટ કરાવીને સીટ ભરી દે છે તો તેને ટિકિટના ભાવમાં તગડી છૂટ મળી શકે છે. એટલે કે હવે અર્જન્ટ ટિકિટ કરાવવા પર હદથી વધુ કિંમત ચૂકવવાનો તણાવ નહી ભોગવવોવ પડે. જણાવી દઈએ કે અગાઉ લાસ્ટ મિનિટ બુકિંગ માટે લોકોને સામાન્ય ભાડાથી 40 ટકા વધુ કિંમત ચૂકવવી પડતી હતી.

ગમે ત્યાંથી ટિકિટ ખરીદવા પર પણ છૂટ મળશે

ગમે ત્યાંથી ટિકિટ ખરીદવા પર પણ છૂટ મળશે

એર ઈન્ડિયાએ શુક્રવારે આ અંગે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઈમર્જન્સીમાં સફર કરનાર યાત્રીઓએ હંમેશા મુસ્કેલીનો સામનો કરવો પડે છે. તમામ લોકો ઈમર્જન્સીમાં ટિકિટ લેવામાં સક્ષમ નથી હોતા. અહીં જણાવવામાં આવ્યું છે કે એરલાઈન્સે કોમર્શિયલ રિવ્યૂ મીટિંગમાં આ ફેસલો લીધો છે. જે અંતર્ગત નક્કી કરવામાં આવે છે કે ટિકિટ ગમે ત્યાંથી ખરીદી હોય, લાસ્ટ મિનિટ બુકિંગ પર છૂટ મળવી નક્કી છે.

લાસ્ટ મિનિટ બુકિંગ પર યાત્રીઓને ભારે નુકસાન થતું

લાસ્ટ મિનિટ બુકિંગ પર યાત્રીઓને ભારે નુકસાન થતું

એર ઈન્ડિયાની આ ઑફર અનોખી અને ખાસ એટલા માટે છે કેમ કે બાકી એરલાઈન્સમાં લાસ્ટ મિનિટ બુકિંગ આજે પણ મોંઘી થતી જાય છે. એર ઈન્ડિયાએ આ ઑફર કાઉન્ટર, મોબાઈલ એપ, વેબસાઈટ અથવા ટ્રાવેલ એજન્ટથી બુકિંગ કરાવવા પર લાગૂ રહેશે.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મતનો ફેસલો થશેલોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મતનો ફેસલો થશે

English summary
air india is giving offer on last minute ticket booking in domestic flights
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X