એર ઈન્ડિયાનો મોટો ફેસલો, આ સરકારી એજન્સીઓને ઉધાર ટિકિટ નહિ આપે
નવી દિલ્હીઃ ભારે આર્થિક નુકસાન સહન કરી રહેલ સરકારી ક્ષેત્રની વિમાન કંપની એર ઈન્ડિયાએ સરકારી એજન્સીને ટિકિટ આપવાનો ઈનકાર કરી દીધો છે. જણાવી દઈએ કે, વિવિધ સરકારી એજન્સી પાસે એર ઈન્ડિયાના લગભગ 268 કરોડ રૂપિયા બાકી છે. જેને એજન્સી તરફથી ક્લિયર કરવામાં આવ્યા નથી. જે બાદ હવે એ ઈન્ડિયાએ ક્રેડિટ રાશિના આધારે ટિકિટ આપવાનો ઈનકાર કરી દીધો છે. જ્યારે કંપનીએ સરકારી ડિફોલ્ટર્સ અને તેમના બાકી ચૂકવવાના રકમની યાદી બનાવી છે.

સરકારી એજન્સીઓએ 268 કરોડની ટિકિટ ઉધાર લીધી
ગુરુવારે એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે કંપનીએ એવી સરકારી એજન્સીઓના અધિકારીઓને ટિકિટ આપવાનું બંધ કરી દીધું છે જેમના પર 10 લાખ રૂપિયાથી વધુની ચૂકવણી બાકી હોય. એરલાયન્સના અધિકારીએ જણાવ્યું કે વિવિધ સરકારી એજન્સીઓએ 268 કરોડ રૂપિયાની ટિકિટ એર ઈન્ડિયાથી આધાર લીધા છે અને આ રકમ બાકી છે. જ્યાં સુધી એજન્સીઓ બાકી રકમની ચૂકવણી કરતા નથી તેમને ઉધાર ટિકિટ આપવામાં આવશે નહિ. એર ઈન્ડિયા તરફથી સરકારી એજન્સીઓ માટે પહેલીવાર આ પ્રકારના પગલાં ઉઠાવવામાં આવ્યાં છે.

આ એજન્સીઓનું કરોડોનું ઉધાર બાકી
એર ઈન્ડિયાએ સરકારી ડિફોલ્ટર્સ અને તેમની બાકી રકમની લિસ્ટ બનાવી છે. જેમાં સીબીઆઈ આઈબી, ઈડી, કસ્ટમ કમિશ્નર્સ, સેન્ટ્રલ લેબર ઈન્સ્ટિટ્યૂટ, ઈન્ડિયન ઑડિટ બોર્ડ, કંટ્રોલર ઑફ ડિફેન્સ અકાઉન્ટ્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ સહિત કેટલીય સરકારી એજન્સીઓને નામ સામેલ છે. જો કે આ યાદીથી એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને લોકસભાને બહાર કરી મૂકવામાં આવ્યા છે. આ લિસ્ટમાં કઈ એજન્સીના કેટલા રૂપિયા બાકી છે તે પણ જણાવવામાં આવ્યું છે. લિસ્ટના આધારે આ એજન્સીઓને માત્ર રોકડ ચૂકવણી પર ટિકિટ આપવામાં આવી રહી છે.

સીબીઆઈ પર આટલા લાખની ચૂકવણી
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે તેમણે 50 કરોડની આગાહી કરી લીધી છે. સરકારી એજન્સીઓ પાસેથી પૈસા કાઢવામાં બહુ સમય લાગે છે, કેમ કે તેમને ડરાવી ધમકાવીને વસૂલી ના કરી શકાય. એર ઈન્ડિયાના પશ્ચિમી ક્ષેત્ર પર જ 22.8 કરોડ રૂપિયાનું બાકી છે. જેમાં સૌથી વધુ 5.4 કરોડ રૂપિયા મુંબઈ સ્થિત કન્ટ્રોલ ઑફ ડિફેન્સ અકાઉન્ટ્સ પાસે લેવાના બાકી છે. સીબીઆઈએ 95 લાખ આપવાના બાકી છે. ઈડીનું 12.8 લાખ રૂપિયાનું બિલ પેન્ડિંગ છે. સેન્ટ્રલ રેલવે પર 36 લાખ રૂપિયા ઉધાર છે જ્યારે વેસ્ટર્ન 4.8 લાખ રૂપિયા બાકી છે.
ટેક્સપેયર્સને નવા વર્ષની ભેટ, ઈનકમ ટેક્સ સ્લેબમાં મોદી સરકાર મોટો બદલાવ કરી શકે