For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ, AQI 300ને પાર પહોંચ્યો

દિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ, AQI 300ને પાર પહોંચ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં પ્રદૂષણને કારણે હવાની ક્વૉલિટી સતત નબળી પડી રહી છે, દિલ્હી-એનસીઆરથી નજીક પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતો દ્વારા અનાજ છોડના સાંઠા સળગાવવાની ઘટના પર બ્રેક લાગી નથી, જો કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં સાઠાં સળગાવવાની ઘટના પાછલા વર્ષની સરખામણીએ ઓછી નોંધાઈ, પરંતુ છતાં પાછલા કેટલાક દિવસોમાં પંજાબ અને હરિયાણામાં આ ઘટનાઓ વધવાથી દિલ્હી ફરી એકવાર ધુમાડાના ઘેરામાં ઘેરાઈ ગયું છે.

દિલ્હી-એનસીઆરમાં એર ક્વૉલિટી ઈંડેક્સ 300થી વધુ છે

દિલ્હી-એનસીઆરમાં એર ક્વૉલિટી ઈંડેક્સ 300થી વધુ છે

આજે પણ દિલ્હી-એનસીઆરનો એર ક્વૉલિટી ઈંડેક્સ 300થી વધુ છે જે બહુ ખરાબ સ્થિતિ છે, રાજધાનીમાં 1 ઓક્ટોબરથી લઈ 15 ઓક્ટોબર સુધી દિલ્હી-એનસીઆરના દોઢેક ડઝન વિસ્તારોમાં આવી જ રીતે પ્રદૂષણનું સ્તર પાર કરી ચૂક્યું છે, જેમાં સૌથી વધુ પ્રદૂષણ દ્વારકામાં નોંધાયું છે, જ્યારે ગ્રેડેડ રેસ્પૉન્સ એક્શન પ્લાન્ટ લાગૂ થયો હોવા છતાં હવા ખરાબ થતી જઈ રહી છે.

પાર્કિંગ ફી વધી શકે

પાર્કિંગ ફી વધી શકે

જો આગામી 48 કલાક સુધી આ સ્થિતિ રહી તો GRAP મુજબ પાર્કિંગ ફી વધારવા, મેટ્રો અને બસના ફેરા વધારવા, લાકડું અને કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ વગેરે જેવાં પગલાં ભરવાં પડશે.

કઈ રીતે સ્વાસ્થ્યની કાળજી રાખવી અહીં જાણો

કઈ રીતે સ્વાસ્થ્યની કાળજી રાખવી અહીં જાણો

ઘરેથી બહાર નિકળતી વખતે માસ્ક લગાવીને નિકળવું. ઘરમાં ઉઘાડા પગે જ ચાલવું, આવું કરવાથી તમારું શરીર નુકસાન ન કરતા બેક્ટેરિયાના સંપર્કમાં આવશે અને તમારી રોધક ક્ષમતા વધારશે. તમારી ડૂંટીમાં સરસવનું તેલ લગાવવું, તેનાથી રોધક ક્ષમતા વધે છે. ખોરાકમાં હળદરનો વધુ ઉપયોગ કરવો. સવારે અને રાત્રે ફરવા ના નિકળવું કે કે આ સમયે પ્રદૂષિત હવાની અસર વધુ હોય છે. ખોરાકમાં લીલાં શાકભાજીનો ઉપયોગ કરવો. ઘરમાં વૃક્ષો લગાવવાં જેનાથી મતારા ઘરની હવા શુદ્ધ અને સ્વચ્છ રહેશે.

<strong>મુસ્લિમો જાણે છે અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો, પૈગમ્બર મોહમ્મદનો નહિઃ રામદેવ બાબા</strong>મુસ્લિમો જાણે છે અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો, પૈગમ્બર મોહમ્મદનો નહિઃ રામદેવ બાબા

English summary
Air Quality Index of delhi-ncr crossed 300
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X