એરફોર્સ ડે: જવાનોએ બતાવ્યા હવાઇ કરતબ, તેંડૂલકર રહ્યા હાજર

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આજે એરફોર્સ ડે નિમિત્તે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતીય વાયુ સેનાએ આકાશમાં અદ્ધભૂત હવાઇ કરતબ બતાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે સેના પ્રમુખ દલબીર સિંહ અને જાણીતા ક્રિકેટર સચિન તેડૂંલકર પણ હાજર રહ્યા હતા.

એરફોર્સના પ્રમુખ અરુપ સાહાએ કહ્યું હતું કે આવનારા કેટલાક વર્ષોમાં 36 રાફેલ લડાકૂ વિમાન વાયુસેનાની તાકાતને વધુ મજબૂત કરશે. વધુમાં તેમણે કહ્યું કે પઠાણકોટ એરબેઝ પર થયેલો હુમલો અમે કદી પણ ભૂલાવી નહીં શકીએ.

air force day

એરફોર્સેના વડા અરુપ સાહાએ આ પ્રસંગે વાયુ સેનાના અધિકારીઓને મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ પણ આપ્યા. અને ગાર્ડ ઓફ ઓનરનું ઇન્સ્પેક્શન પણ કર્યું. વધુમાં ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પેરા જંપિગ પણ કરવામાં આવી. ત્યારે આ કાર્યક્રમને લોકોને મન ભણીને માણ્યો હતો.

English summary
Airforce day celebration at hindon airbase of Ghaziabad.
Please Wait while comments are loading...