કસાબને ભગતસિંહની જેમ ફાંસી આપવામાં આવીઃ રામદેવ
નવીદિલ્હી, 24 નવેમ્બર: યોગગુરુ બાબા રામદેવ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા-સાધતા મુંબઇ હુમલાના ગુન્હેગાર આતંકવાદી આમિર અજમલ કસાબની તુલના શહિદ ભગતસિંહ સાથે કરી બેઠા. તેમની આ હરકત પર ભાજપે તેમને સમજી વિચારીને બોલવાની સલાહ આપી છે. તો કોંગ્રેસે રામદેવના નિવેદનને ખોટું સાબિત કર્યું છે.
નોંધનીય છે કે થોડા સમય પહેલાં ભાજપ અઘ્યક્ષ નિતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદની તુલના દાઉદ ઇબ્રાહિમ સાથે કરી બન્નેનો આઇક્યુને સરખી ગણાવી હતી. કસાબને ફાંસી આપવાના મામલે બાબા રામદેવે નિવેદન કર્યું છે કે કસાબને ફાંસી એટલી ગુપ્તતા સાથે આપવામાં આવી જેવી રીતે શહિદ ભગત સિંહને આપવામાં આવી હતી. રામદેવે કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું કે આવું સરકારે પોતાની છબીને સુધારવા માટે કર્યું છે.
રામદેવે કહ્યું કે પોતાની છબીને સુધારવા માટે સરકારે કસાબને ફાંસી આપી દીધી, પરંતુ એવી રીતે આપી જેવી રીતે શહિદ ભગત સિંહને આપવામાં આવી હતી. ગુપ્ત રીતે. રામદેવના આ નિવેદન પર ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રામદેવને નિવેદન આપતા પહેલા સાવધાની રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે તુલના કરવામાં સાવધાની પણ રાખવી જોઇએ અને સચેત પણ રહેવું જોઇએ. બીજી તરફ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ પણ કહ્યું કે ભગત સિંહ અને કસાબની તુલના કરવી અયોગ્ય છે.












Click it and Unblock the Notifications
