For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશે માયાવતીને 100 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી

|
Google Oneindia Gujarati News

લખનઉ, 5 નવેમ્બર: બસપાએ આજે પોતાના બંને રાજ્યસભા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બહુજન સમાજવાદી પાર્ટી અધ્યક્ષ માયાવતીએ રાજ્યસભા માટે બે ઉમેદવારો રાજારામ અને વીર સિંહ એડવોકેટને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે માયાવતીએ લખનઉમાં પ્રેસ કોંફ્રેંસમાં ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે બસપાના વર્તમાન રાજ્યસભા સાંસદ અખિલેશ દાસ ગુપ્તાએ તેમને 100 કરોડ રૂપિયાની લાંચ આપવાની ઓફર કરી હતી.

માયાવતીએ જણાવ્યું કે આમ તો બહુજન સમાજવાદી પાર્ટી સર્વજન સમાજને લઇને ચાલે છે પરંતુ આ વખતે વિધાયકોની સંખ્યા ઓછી રહી જવાના કારણે પાર્ટીના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવામાં સમર્થ નથી. બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ પાર્ટી છોડી ચૂકેલા દલિત નેતા અખિલેશ દાસ પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. માયાવતીએ જણાવ્યું કે અખિલેશે તેમને રાજ્યસભા મોકલાવા માટે 100 કરોડ રૂપિયા આપવાની રજૂઆત કરી હતી.

mayawati
માયાવતીએ જણાવ્યું કે રાજ્યસભા ઉમેદવારો તરીકે પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અખિલેશ દાસની ભલામણ કરી હતી પરંતુ તેમને 200 કરોડ રૂપિયા આપવા પર પણ ટિકિટ નહીં આપવામાં આવે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સભ્ય ડોં. અખિલેશ દાસે 3 નવેમ્બરના રોજ બીએસપીની પ્રાથમિક સભ્યતા અને અન્ય તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધું હતું. રાજ્યસભાનો તેમનો કાર્યકાળ 25 નવેમ્બરના રોજ પૂરો થઇ રહ્યો છે. એવી ચર્ચા હતી કે દાસ સતત બીજી વખત પણ બીએસપીની રાજ્યસભાની ટિકિટ ઇચ્છતા હતા.

English summary
In a press conference BSP supremo Mayawati says Former Central minister Akhilesh Das Gupta offers her 100 crore for rajyasabha seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X