નવી દિલ્હી/મદુરૈ, 18 માર્ચ: પાર્ટી વિરોધી પ્રક્રિયાઓના આરોપમાં દ્રવિડ મુનેત્ર કષગમ ડીએમકેમાંથી બહાર કરાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ.કે. અલાગિરીએ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે. અલાગિરીએ મોદી પ્રશંસાના ફૂલ બાંધતા જણાવ્યું કે તેઓ એક સારા પ્રશાસક છે.
અલાગિરીએ નવી દિલ્હીમાં એક ટેલિવિઝન ચેનલની સાથે વાતચીતમાં મોદનીને વડાપ્રધાન પદની ઉમેદવારીનું સ્વાગત કરતા જણાવ્યું કે હું સમજું છું કે દેશમાં મોદીની લહેર છે. મોદી એક સારા પ્રશાસક છે. જો મોદી વડાપ્રધાન બનશે તો મને ખૂબ જ આનંદ થશે.
અલાગિરીએ હાલમાં જ વડાપ્રધાન મનમોનહ સિંહ અને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમના રાજનૈતિક ભવિષ્યને લઇને રાજનૈતિક ક્ષેત્રમાં જાતભાતની અટકળો લગાવવામાં આવી રહી છે.
બીજી બાજું કર્ણાટકના મદુરૈમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે દ્રમુકમાં નિષ્ઠાવાન અને કર્મવીર લોકો તરફ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવતું નથી, રૂપિયાવાળાઓને લોકસભાની ટિકિટો આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે દ્રમુક પોતાના 35 ઉમેદવારોને બદશે ત્યારે જ તે ચૂંટણી લડી શકશે.લોકસભાની ચૂંટણીને હવે માંડ 15-20 દિવસ બાકી છે ત્યારે એમાં કોઇ શંકાને સ્થાન નથી કે આખા દેશમાં મોદીના નામનો પવન ફૂંકાઇ રહ્યો છે. ઘણા નાના મોટા વિરોધી દળોના નેતાઓ પાર્ટી છોડીને મોદીના નામે ભાજપનો પાલવ જાલી રહ્યા છે.