For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલર્ટઃ દેશના આ 20 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, સ્કાઈમેટે આપી ચેતવણી

દેશમાં આગામી 24 કલાક દરમિયાન આ 20 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં આગામી 24 કલાક દરમિયાન આ 20 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આ રાજ્ય છે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાના, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, અસમ, હિમાચલ પ્રદેશ, પૂર્વી રાજસ્થાન અને પૂર્વોત્તરના રાજ્ય જેમાં ઘણા સ્થળોએ આજે ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

દેશના 20 રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના

દેશના 20 રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના

આ પહેલા ભારતીય હવામાન વિભાગે દેશના 14 રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ હતુ એટલુ જ નહિ વિભાગે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં તોફાનની સંભાવના વ્યક્ત કરી હતી એટલે તેણે માછીમારોને દરિયા ન ખેડવાની સલાહ આપી હતી.

અહીં પણ થશે વરસાદ

અહીં પણ થશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દહેરાદૂન, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશીમાં ભારે વરસાદના અણસાર છે. વળી, એમપીના અમુક વિસ્તારોમાં પણ આજે જોરદાર વરસાદ થઈ શકે છે. વિભાગનું કહેવુ છે કે કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનુ અનુમાન છે અને આના કારણે તેણે લોકોને સાવચેત રહેવા માટે કહ્યુ છે. જો કે તમને જણાવી દઈએ કે આ પહેલા વિભાગે હિમાચલના સોલન મંડી, બિલાસપુર સહિત ઘણા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને એમપીમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યુ હતુ.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન, ‘કાશ્મીર ભારતનો આંતરિક મામલો'આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન, ‘કાશ્મીર ભારતનો આંતરિક મામલો'

આગામી 24 કલાકમાં આ જગ્યાએ ભારે વરસાદ

આગામી 24 કલાકમાં આ જગ્યાએ ભારે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં હોશંગાબાદ, બૈતુલ, બડવાની, અલીરાજપુર, ટીકમગઢ, દમોહ, છતરપુર, દતિયા, નીમચ, શિવપુરી, અશોકનગર, ભિંડ, જબલપુર, નરસિંહપુર, રીવા, સતના, સિંગરૌલી, ભોપાલ, રાયસેન, ઉજ્જૈન, રાજગઢ, સીહોર, વિદિશા, રતલામ, મંદસૌર, શાજાપુર, દેવાસ, આગ્રા, ઈન્દોર, ધાર, ઝાબુઆ, ખંડવા, ખરગોન, બુરહાનપુર, હરદા, સાગર અને ગુનામાં ભારે વરસાદ થઈ શકે છે.

45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનુ અનુમાન

45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનુ અનુમાન

વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અરબ સાગર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપરાંત ઉત્તર અંદમાન સાગરથી 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનુ અનુમાન છે. આની અસર ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે.

English summary
laert heavy rainfall warning for 20 states of india in next 24 hours skymet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X