For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલકા લાંબાએ કેજરીવાલ પર કર્યો કટાક્ષ, 'કાલ સુધી એમને લલકારનાર...

પોતાની બેબાક ટિપ્પણી અને તીખા કટાક્ષથી ચર્ચિત કોંગ્રેસ નેતા અલકા લાંબા ફરીથી એકવાર સમાચારોમાં છે.

|
Google Oneindia Gujarati News

પોતાની બેબાક ટિપ્પણી અને તીખા કટાક્ષથી ચર્ચિત કોંગ્રેસ નેતા અલકા લાંબા ફરીથી એકવાર સમાચારોમાં છે. વાસ્તવમાં અલકા લાંબાએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે. અલકા લાંબાએ એક ફોટો ટ્વિટ કર્યો છે જેમાં અરવિંદ કેજરીવાલ ગૃહમંત્રી અમિત શાહની પાછળ ઉભા છે. કેજરીવાલે માસ્ક લગાવ્યુ છે અને માથુ ઝુકાવેલુ છે. આ ફોટો પર કેપ્શન લખીને અલકા લાંબાએ કહ્યુ છે - 'કાલ સુધી તેમને લલકારનાર, આજે કંઈક આમ તેમની પાછળ ઉભા હતા.'

Amit shah

દિલ્લીના ચાંદની ચોકના ધારાસભ્ય રહેવા દરમિયાન અલકા લાંબાનો વિશ્વાસ નગરથી ભાજપ ધારાસભ્ય ઓપી શર્મા સાથે વિવાદ ઘણો ગરમાયો હતો. આ વિવાદ દિલ્લી વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. વાસ્તવમાં દિલ્લીની એક દુકાનમાં તોડફોડ માટે ભાજપે તેમને વાંધાજનક શબ્દો કહ્યા હતા. મામલો 2015નો છે. આરોપ છે કે 9 ઓગસ્ટે અલકાએ ભાજપ ધારાસભ્ય ઓમ પ્રકાશ શર્માની દુકાનમાં પ્રવેશ કરીને કેશ બિલ મશીનને ફેંકી દીધુ હતુ.

અલકા લાંબા 8 વર્ષ પહેલા વર્ષ 2012માં ત્યારે સમાચારોમાં આવ્યા હતા જ્યારે તેમણે એક રાજ્યની દુષ્કર્મ પીડિતા છજોકરીનુ નામ સાર્વજનિક કરી દીધુ હતુ. અલકા લાંબાનો દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે પણ વિવાદ રહ્યો હતો. આ વિશે તેમનુ આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ સાથે ટ્વિટર વૉર પણ થયુ હતુ. છેવટે અલકા લાંબાએ 2019માં દિલ્લી વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા આપને અલવિદા કહી દીધુ.

દંતેવાડામાં નક્સલીઓએ સુરક્ષાબળોને બનાવ્યા નિશાન, LED બ્લાસ્ટમાં 2 જવાન ઘાયલદંતેવાડામાં નક્સલીઓએ સુરક્ષાબળોને બનાવ્યા નિશાન, LED બ્લાસ્ટમાં 2 જવાન ઘાયલ

English summary
Alka Lamba Slams to Arvind Kerjiwal, shares photo in twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X