For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટી છોડવાનું બહાનું શોધી રહી છે અલકા લાંબા: આપ

આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે ધારાસભ્ય અલકા લાંબા પાર્ટી છોડી જવા માંગે છે અને તેઓ તેના માટે બહાનું શોધી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે ધારાસભ્ય અલકા લાંબા પાર્ટી છોડી જવા માંગે છે અને તેઓ તેના માટે બહાનું શોધી રહ્યા છે. આમ આદમી પાર્ટી પ્રવક્તા સૌરભ ભારદ્વાજે મીડિયામાં કહ્યું છે કે પક્ષે ક્યારેય તેમને કાઢી મુકવાનું કહ્યું નથી અને ક્યારેય પણ તેમને સાઈડલાઈન કર્યા નથી. તેઓ પાર્ટી છોડવા માંગે છે એટલા માટે બહાના શોધી રહ્યા છે. અલકા લાંબાએ કહ્યું હતું કે મને પાર્ટીમાં સાઈડલાઈન કરવામાં આવી રહી છે, જેનો મને ખ્યાલ આવ્યો છે કે પાર્ટીને હવે જરૂર નથી. અલકાના નિવેદન પછી, આમ આદમી પાર્ટીના પ્રવક્તાનું આ નિવેદન આવ્યું છે.

Alka Lamba

આમ આદમી પાર્ટીના વિધાયક અલકા લાંબાએ મંગળવારે જણાવ્યું હતું કે પક્ષના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ટ્વીટર પર તેમને "અનફોલો" કર્યું છે. તેમને પક્ષના સત્તાવાર વહાર્ટસપ ગ્રૂપમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે અને તેમને પાર્ટીની મીટિંગમાં પણ બોલાવવામાં આવ્યાં નથી. એવું લાગે છે કે હવે પાર્ટીને મારી જરૂર નથી.

આ પણ વાંચો: દિલ્હીમાં ભાજપને ઝાટકો, બે નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

ચાંદની ચોકના આમ આદમી પાર્ટીના વિધાયક, અલકા લાંબાએ જણાવ્યું હતું કે, "વર્તમાન પરિસ્થિતિમાં તેમને પાર્ટીમાં કામ કરવામાં મુશ્કેલી આવી રહી છે. પાર્ટી મારી સ્થિતિ અંગે તેમનું સ્ટેન્ડ ક્લિયર કરે. મારી ભૂલની પાર્ટી મને જાણ કરે. હું મારા ક્ષેત્રમાં સારું કામ કરી રહી છું તેમ છતાં મને પાર્ટીની મીટિંગમાં કેમ બોલવવામાં આવતી નથી? મને લાગે છે કે પાર્ટી હવે મારી સેવાઓ નથી ઇચ્છતી, પરંતુ જ્યાં સુધી હું વિધાયક છું ત્યાં સુધી, હું મારા વિસ્તારના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખું છું.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલના ભાષણ દરમિયાન લોકો એક સાથે ખાંસી ખાવા લાગ્યા, ગડકરીએ શાંત કરાવ્યા

છેલ્લા ઘણા સમયથી અલકા લાંબા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીના અલકા લાંબાના રાજીનામા અંગે ખબર આવી હતી હતું. તે સમયે, આપના વિધાયકે એવો દાવો કર્યો હતો કે આમે આદમી પાર્ટીએ તેમની પાસે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછી ખેંચવાની કથિત દરખાસ્તનો વિરોધ કરવા માટે રાજીનામું માંગ્યું હતું.

English summary
Alka Lamba wants to quit aam aadmi party, says AAP spokesman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X