For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલના ભાષણ દરમિયાન લોકો એક સાથે ખાંસી ખાવા લાગ્યા, ગડકરીએ શાંત કરાવ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તે સમયે પરેશાનીનો સામનો કરવો પડ્યો જયારે તેઓ એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તે સમયે પરેશાનીનો સામનો કરવો પડ્યો જયારે તેઓ એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. ખરેખર જયારે અરવિંદ કેજરીવાલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો કાર્યક્રમ દરમિયાન ખાંસી ખાવા લાગ્યા અને કેજરીવાલનો મજાક ઉડાવવા લાગ્યા, જેને કારણે અરવિંદ કેજરીવાલને પોતાનું ભાષણ રોકવું પડ્યું.

આ પણ વાંચો: ગુટખાના પાઉચમાં લાવ્યો મરચુ, કેજરીવાલના હુમલાખોરે શું-શું લખ્યુ ફેસબુક પર, જાણો

નીતિન ગડકરી અને હર્ષવર્ધન પણ હાજર

નીતિન ગડકરી અને હર્ષવર્ધન પણ હાજર

આ કાર્યક્રમમાં જે રીતે લોકો અરવિંદ કેજરીવાલની ખાંસીનો અવાઝ કાઢતા હતા તેને કારણે કેજરીવાલને મુસીબતનો સામનો કરવો પડ્યો. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હર્ષવર્ધન પણ હાજર હતા.

નીતિન ગડકરીએ લોકોને શાંત રહેવા માટે અપીલ કરી

નીતિન ગડકરીએ લોકોને શાંત રહેવા માટે અપીલ કરી

ભાષણ દરમિયાન જયારે લોકો ખાંસી ખાવા લાગ્યા અને કેજરીવાલને પરેશાન કરવા લાગ્યા ત્યારે નીતિન ગડકરીએ વચ્ચે આવીને લોકોને શાંત રહેવા માટે અપીલ કરી. આપણે જણાવી દઈએ કે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી કફની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેને કારણે લોકો તેમનો મજાક પણ બનાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે કાર્યક્રમમાં લોકોને શાંત રહેવા માટે અપીલ પણ કરી પરંતુ જયારે લોકો શાંત નહીં થયા ત્યારે જાતે નીતિન ગડકરીએ લોકોને શાંત રહેવા માટે અપીલ કરી.

ભાજપના બધા જ કાર્યકર્તાઓ હાજર હતા

આ કાર્યક્રમનું આયોજન સ્વચ્ચ ગંગા રાષ્ટ્રીય પરિયોજના અને દિલ્હી જળ બોર્ડ ઘ્વારા યમુના સ્વછતા કાર્યક્રમ ઉદ્ઘાટન પર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા, સત્યપાલ સિંહ સહીત દિલ્હીના ભાજપા સાંસદ અને ભાજપના બધા જ કાર્યકર્તાઓ હાજર હતા.

English summary
BJP workers start coughing when Arvind Kejriwal begins to talk tried to mock him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X