For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષના અંત સુધીમાં ભારતના તમામ વયસ્કોને મળી શકે છે કોરોના વેક્સિન

દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે નિષ્ણાંત પેનલના વડા ડો. એન.કે.અરોરાએ ખાતરી આપી છે કે દેશના તમામ પુખ્ત વયના લોકોને ડિસેમ્બર સુધીમાં રસી મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે નિષ્ણાંત પેનલના વડા ડો. એન.કે.અરોરાએ ખાતરી આપી છે કે દેશના તમામ પુખ્ત વયના લોકોને ડિસેમ્બર સુધીમાં રસી મળી શકે છે. એન.કે.અરોરાએ કહ્યું કે, "આગામી મહિનાઓમાં રસીનો પુરવઠો નોંધપાત્ર રીતે વધવાની ધારણા છે અને આ આધારે હું માનું છું કે ડિસેમ્બર સુધીમાં સરકાર રસીકરણનું લક્ષ્ય હાંસલ કરશે. જો કે, આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, રાજ્ય સરકારોએ પણ કોવિડ રસીકરણની સંખ્યામાં વધારો કરીને તેમના સ્તરે સહકાર આપવો પડશે.

covid 19 vaccine

એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ડો.એન.કે.અરોરાએ કહ્યું હતું કે, 'દેશમાં રસીની ઉપલબ્ધતા સતત વધી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં પણ તે વધી છે. મે સુધી દેશમાં દર મહિને રસીના 5.6 કરોડ ડોઝ મળતા હતા અને હવે આ સંખ્યા 10 થી 12 કરોડ છે. મને આશા છે કે આવતા મહિના સુધીમાં દેશમાં 16 થી 18 કરોડ રસીના ડોઝ મળવાનું શરૂ થઈ જશે અને સપ્ટેમ્બર સુધીમાં દર મહિને આપણને 300 કરોડથી વધુ ડોઝ મળવા લાગશે.

વધુમાં ડો. અરોરાએ જણા્વ્યુ કે, "રસી કેન્દ્રોની સ્થાપના એટલો જ મોટો પડકાર છે જેટલો રસીઓની ઉપલબ્ધતામાં વધારો કરવો. આ મહત્વપૂર્ણ જવાબદારી રાજ્યોએ નિભાવવી પડશે. અમારું લક્ષ્ય દેશભરમાં 75 હજારથી 1 લાખ સરકારી રસીકરણ કેન્દ્રો સ્થાપવાનું છે. હાલમાં રાજ્યોમાં આ સંખ્યા ઓછી છે અને જો આપણે રસીનો પુરવઠો વધારીશું તો રસીકરણ કેન્દ્રો પણ વધારવા પડશે.
તમને જણાવી દઈએ કે 56 દિવસ પછી છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોરોના વાયરસના દૈનિક કેસોમાં વધારો થયો છે. તે જ સમયે રસીકરણમાં ઘટાડો થયો છે. છેલ્લા 7 દિવસના આંકડા જોઈએ, તો રસીકરણમાં લગભગ 4.7 મિલિયન ડોઝનો ઘટાડો થયો છે. નિષ્ણાતો માને છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને રોકવા દરરોજ રસીનાં 7.7 મિલિયન ડોઝ આપવાનું લક્ષ્ય જરૂરી છે.

English summary
All adults in the country can get the vaccine by December
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X