For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શક્તિ મિલ ગેંગરેપની સંપૂર્ણ કહાણી: પ્રથમવાર 376 E હેઠળ દોષી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 4 એપ્રિલ: શક્તિ મિલ ગેંગ રેપ કેસમાં ત્રણ આરોપીઓને મોતની સજા સંભળાવવામાં આવી છે. મુંબઇની એક કોર્ટે આ ત્રણેય આરોપીઓને 'રેયરેસ્ટ ઓફ રેયર' ગણાવતાં મોતની સજા સંભળાવી છે. ચોથા આરોપીને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. આવું પ્રથમવાર બન્યું છે કે બળાત્કાર પીડિત જીવિત રહેતાં પણ બળાત્કારીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય.

મુંબઇની બંધ પડેલી શક્તિ મિલમાં ફોટોગ્રાફી કરવા માટે ગયેલી એક પત્રકાર સાથે વિજય જાધવ, કાસિમ શેખ, સલીમ અંસારી અને મોહંમદ અશફાક શેખે બળાત્કાર ગુજાર્યો હતો. જજ શાલિનીએ કહ્યું હતું કે આ દોષીઓને જે નિર્દયતા પીડિતા સાથે બતાવી છે તે ગુનાને 'રેયરેસ્ટ ઓફ રેયર'ની કેટગરીમાં મુકી શકાય છે, એટલા માટે તેમને મોતની સજા સંભળાવવામાં આવે છે.

આ ચારમાંથી ત્રણ (વિજય જાધવ, કાસિમ શેખ અને સલીમ અંસારી)એ આ પહેલાં ટેલિફોન ઓપરેટર રેપ કેસમાં પણ દોષી ગણવામાં આવ્યા હતા અને ઉંમરકેદની સજા આપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પ્રથમવાર રેપના આરોપીઓને કલમ 376 ઇ હેઠળ દોષી ગણવામાં આવ્યા હતા. આ કલમ ગુના કરવાની ટેવવાળાઓ પર લગાવવામાં આવે છે.

મહિલા પત્રકાર સાથે ગેંગરેપ

મહિલા પત્રકાર સાથે ગેંગરેપ

મુંબઇના મહાલક્ષ્મીમાં સુમસામ પડી રહેલી શક્તિ મિલમાં ગેંગરેપની બે ઘટનાઓએ આખા દેશ ઢંઢોળીને મુકી દિધો. એકાએક સુમસામ પડેલી મિલ આખા દેશમાં હલચલનો પર્યાય બની ગઇ. આખરે શું થયું હતું 22 ઓગષ્ટના તે દિવસે જ્યારે એક મહિલા પત્રકાર સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યું.

શક્તિ મિલ: નશાખોરો અને બદમાશોનો અડ્ડો

શક્તિ મિલ: નશાખોરો અને બદમાશોનો અડ્ડો

મુંબઇના મહાલક્ષ્મીમાં વેરાન જગ્યાએ શક્તિ મિલ આવેલી છે. બંધ પડેલી આ મિલમાં ના તો વર્ષો કોઇ થયું છે અને ના તો કોઇ અહીં કોઇપણ જાતની અવરજવર છે. કદાચ એટલા માટે નશાખોરો અને બદમાશો માટે અડ્ડો બની ગઇ છે. આ મિલમાં 22 ઓગષ્ટ 2013ના રોજ એક મહિલા પત્રકાર પોતાના એક મિત્ર સાથે ઓફિસના અસાઇનમેન્ટ સાથે આવી. સાંજે 6 વાગે બાંને શક્તિ મિલ પહોંચ્યા. ત્યારે કદાચ તેમને અંદાજો પણ નહી હોય કે આગામી સમયમાં શું થવાનું છે.

મહિલા પત્રકાર અને મિત્રને મિલમાં સુમસામ જગ્યાએ લઇ ગયા

મહિલા પત્રકાર અને મિત્રને મિલમાં સુમસામ જગ્યાએ લઇ ગયા

મહિલા પત્રકાર અને તેનો મિત્ર જેવા મિલમાં પહોંચ્યા તો ત્યાં હાજર કેટલાક લોકોએ પોતાને પોલીસ બતાવતાં તેમને ફોટા લેવાની મનાઇ કરી દિધી. તે લોકોએ તેમને કહ્યું કે ફોટા ખેંચતા પહેલાં તેમને પરવાનગી લેવી પડશે અને આ બહાને તે લોકો મહિલા પત્રકાર અને તેના મિત્રને મિલની અંદર સુમસામ જગ્યાએ લઇ ગયા. ત્યાં કેટલાક લોકો હાજર હતા. ત્યારબાદ બધાએ અચાનક મહિલા પત્રકારના મિત્ર પર હુમલો કરી દિધો. તેની સાથે મારઝૂડ કરી અને ત્યારબાદ તેને દોરી વડે બાંધી દિધો. મહિલાના મિત્રને દોરી વડે બાંધ્યા બાદ બધાએ મહિલા પત્રકાર સાથે બળાત્કાર ગુજાર્યો.

મહિલા પત્રકાર અને મિત્ર જીવ બચાવી નાસી છૂટ્યા

મહિલા પત્રકાર અને મિત્ર જીવ બચાવી નાસી છૂટ્યા

થોડીવાર બાદ બંને કોઇપણ પ્રકાર ત્યાંથી જીવ બચાવીને ત્યાંથી નિકળ્યા અને હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં ડૉક્ટરોએ છોકરીની હાલત જોઇ સમગ્ર કિસ્સો સમજી ગયા. ડૉક્ટરોએ પોલીસને સૂચના આપી. મહિલા પત્રકાર સાથે ગેંગરેપ થયો હોવાના સમાચારથી પોલીસ સ્તબ્ધ રહી ગઇ.

72 કલાકમાં આરોપીઓની ધરપકડ

72 કલાકમાં આરોપીઓની ધરપકડ

ઉતાવળમં કેટલીક ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી દિધી. 24 કલાકમાં પોલીસે એક આરોપીને દબોચી લીધો. ત્યારબાદ 72 કલાકમાં જ બાકીના ચાર આરોપીઓ પણ પોલીસના હાથે લાગી ગયા.

ચારેય આરોપી દોષી

ચારેય આરોપી દોષી

પૂછપરછમાં પોલીસ સમક્ષ એ ખુલાસો થયો કે થોડા મહિના પહેલાં પણ તેમાંથી કેટલાક આરોપીઓએ શક્તિ મિલમાં જ ગેંગરેપની એક ઘટનાને અંજામ આપ્યો હતો. હવે આ બંને કેસમાં મુંબઇની સેશન કોર્ટે આજે ચારેય આરોપીને દોષી ગણાવ્યા હતા.

English summary
The three repeat offenders in the Shakti Mills gang-rape cases have been awarded death sentence by sessions court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X