For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિન્મયાનંદ કેસઃ અખાડા પરિષદનો યુટર્ન, ‘યુવતીએ નશીલી દવા આપીને ફસાવ્યા'

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ કેસમાં અખિલ ભારતીય અખાડા પરિષદે યુટર્ન લઈ લીધો છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ કેસમાં અખિલ ભારતીય અખાડા પરિષદે યુટર્ન લઈ લીધો છે. પરિષદના મહંતે કહ્યુ કે અખાડા પરિષદ સ્વામી ચિન્મયાનંદનો દરેક રીતે સાથ આપશે. તેમણે એ પણ કહ્યુ કે સ્વામી ચિન્મયાનંદ સાથે અન્યાય થયો છે. એવામાં અખાડા પરિષદ તેમણે એકલા ના છોડી શકે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં તપાસ એસઆઈટી કરી રહી છે.

‘બદનામ કરવાનુ ષડયંત્ર'

‘બદનામ કરવાનુ ષડયંત્ર'

અખિલ ભારતીય અખાડા પરિષદના મહંતે કહ્યુ કે, ‘ચિન્મયાનંદ કેસની આડમાં સાધુ સંતોને બદનામ કરવા અને તેમની છબીને બગાડવાનુ મોટુ ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે.' તેમણે સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનાર છોકરી વિશે કહ્યુ કે આ કેસમાં પીડિત છોકરીની ભૂમિકા શંકાસ્પદ છે અને એવુ લાગી રહ્યુ છે કે નશીલી દવા પીવડાવીને સ્વામી ચિન્મયાનંદને ફસાવવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે.

‘ચિન્મયાનંદનો પૂરો સાથ આપશે'

‘ચિન્મયાનંદનો પૂરો સાથ આપશે'

નરેન્દ્ર ગિરીએ આગળ જણાવ્યુ કે, ‘પીડિતા અને તેમના સાથીઓનો વીડિયો સામે આવ્યા બાદ આ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયુ છે કે સ્વામી ચિન્મયાનંદ પાસેથી ખંડણી માંગવામાં આવી છે. આ સાથે જ તેમણે એ સ્પષ્ટ કરી દીધુ છે કે હવે અખાડા પરિષદની 10 ઓક્ટોબરના રોજ હરદ્વારમાં યોજાનાર બેઠકમાં સ્વામી ચિન્મયાનંદના સસ્પેન્શનની કાર્યવાહી પણ નહિ કરવામાં આવે પરંતુ સાધુ સંત તેમની સાથે આ લડાઈમાં તેમનો પૂરો સાથ આપશે.'

આ પણ વાંચોઃ 10 ઓક્ટોબરથી કાશ્મીર ફરવા જઈ શકશે પર્યટક, હટાવાઈ ટ્રાવેલ એડવાઈઝરીઆ પણ વાંચોઃ 10 ઓક્ટોબરથી કાશ્મીર ફરવા જઈ શકશે પર્યટક, હટાવાઈ ટ્રાવેલ એડવાઈઝરી

પહેલા શું કહ્યુ હતુ

પહેલા શું કહ્યુ હતુ

આ પહેલા 21 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર ગિરીએ કહ્યુ હતુ કે ચિન્મયાનંદ દ્વારા કરવામાં આવેલુ કૃત્ય ખૂબ જ શરમજનક અને નિંદનીય છે. આ કારણે સાધુ સંતોની પણ બદનામી થઈ રહી છે. સ્વામી ચિન્મયાનંદે પોતાની ભૂલ માની લીધી છે પરંતુ કાયદા મુજબ જે પાપ તેમણે કર્યુ છે તેની સજા તો તેમણે ભોગવવી જ પડશે. તેમણે કહ્યુ હતુ કે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો નહિ આવે અને નિર્દોષ સાબિત નહિ થાય ત્યાં સુધી તેમને સંત સમાજમાંથી કાઢી મૂકવામાં આવશે.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે 23 ઓગસ્ટના રોજ શાહજહાંપુરથી લૉની છાત્રા ગાયબ થઈ ગઈ હતી. તેના એક દિવસ બાદ છોકરીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને જણાવ્યુ કે સંત સમાજનો એક પ્રભાવશાળી નેતા તેને હેરાન કરી રહ્યો છે અને મારવાની ધમકી આપી રહ્યો છે. છાત્રાના પિતાએ બાદમાં ચિન્મયાનંદ પર તેમની દીકરી અને અન્ય છાત્રાઓના શોષણનો આરોપ લગાવ્યો હતો. 27 ઓગસ્ટના રોજ છોકરીના પિતાની ફરિયાદના આધારો ચિન્મયાનંદ સામે આઈપીસીની કલમ 364 (અપહરણ કે હત્યા માટે અપહરણ) અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો. 30 ઓગસ્ટના રોજ રાજસ્તાનમાં લૉ સ્ટુડન્ટનો ખબર પડી અને બાદમાં તેને સુપ્રીમ કોર્ટમાં હાજર કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે તેની ફરિયાદના આધારે યુપી સરકારને એસઆઈટીની રચના કરવાનો આદશે આપ્યો.

English summary
all india akhara parishad says he is being fabricated in a fake case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X