For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ સહિત વિપક્ષ એકજૂટ, 25 સપ્ટેમ્બરે બંધનુ એલાન

સંસદમાં જે રીતે ખેડૂતો માટેના ત્રણ બિલ પાસ થયા તે બાદ વિપક્ષે સરકાર સામે મોરચો ખોલી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંસદમાં જે રીતે ખેડૂતો માટેના ત્રણ બિલ પાસ થયા તે બાદ વિપક્ષે સરકાર સામે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસ પાર્ટીએ આ બિલોના વિરોધમાં પ્રદર્શન કરવાનુ શરૂ કરી દીધુ છે. કોંગ્રેસ પાર્ટીએ બધા રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ કમિટીને સૂચન કર્યુ છે કે તે આ મુદ્દાને પંજાબ, હરિયાણામાં મજબૂતીથી ઉઠાવે. કોંગ્રેસ ઉપરાંત પણ ઘણા સંગઠનોએ 25 સપ્ટેમ્બરે બંધનુ આહવાન કર્યુ છે. તમને જણાવી દઈએ કે જે રીતે રાજ્યસભામાં બિલોને પાસ કરવામાં આવ્યા તે બાદ કુલ 12 વિપક્ષી દળોએ રવિવારે રાજ્યસભાના ઉપસભાપતિ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. કોંગ્રેસ, ટીએમસી, સપા, ટીઆરએસ, સીપીઆઈ, સીપીએમ, એનસીપી, રાજદ, ડીએમકે, આપ, આઈયુએમએલ અને કેરલ કોંગ્રેસે ઉપસભાપતિ સામે આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો.

farmer

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ રાજ્યસભામાં જે રીતે આ બિલોને રજૂ કર્યા તેની ટીકા કરી અને કહ્યુ કે આ ખેડૂતોનુ ડેથ વોરન્ટ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે જે ખેડૂત ધરતીમાંથી સોનુ બનાવે છે, મોદી સરકારનો ઘમંડ તેને લોહીના આંસુ રડાવે છે. રાજ્યસભામાં આજે જે રીતે કૃષિ બિલ તરીકે સરકારે ખેડૂતો સામે મોતનુ ફરમાન કાઢ્યુ તેનાથી લોકતંત્રનુ શિર ઝૂકી ગયુ છે. વળી, સરકાર સતત આ બિલનુ સમર્થન કરી રહી છે અને તેમનુ કહેવુ છે કે આ બિલ ખેડૂતોને પોતાનો પાક મરજી મુજબના ભાવે વેચવાની આઝાદી આપશે. તે જ્યાં ઈચ્છે તે પોતાનો પાક વેચી શકે છે.

તમને જણાવી દઈએ કે દેશભરમાં ખેડૂત કૃષિ બિલોનો વિરોધ કરી રહ્યા છે. સૌથી વધુ વિરોધ હરિયાણા અને પંજાબમાં થઈ રહ્યો છે. આ બિલના વિરોધમાં હરિયાણામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. વળી, પંજાબમાં ખેડૂતોનુ પ્રદર્શન ઉગ્ર થઈ ગયુ છે. ભારતીય કિસાન યુનિયન સહિત 17 ખેડૂત તેમજ મજૂરોએ આજે આના વિરોધમાં ચક્કાજામનુ એલાન કર્યુ છે. વળી, ખેડૂતોના આંદોલન સામે પહોંચી વળવા માટે પોલિસ સતર્ક છે. ખેડૂત આંદોલનના કારણે હરિયાણામાં એલર્ટ જારી કરવામાં આવી છે.

Fact Check: શું મોદી સરકાર મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 1 લાખ રૂપિયા?Fact Check: શું મોદી સરકાર મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 1 લાખ રૂપિયા?

English summary
All opposition parties calls Bandh on 25 september for farmers bill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X