For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા 18 જુલાઈએ બોલાવાઈ સર્વપક્ષીય બેઠક

સંસદનુ ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યુ છે અને તેના એક દિવસ પહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ બધા રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંસદનુ ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યુ છે અને તેના એક દિવસ પહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ બધા રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ વિશે માહિતી આપીને પ્રહલાદ જોશીના કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે સર્વપક્ષીય બેઠક 19 જુલાઈએ સવારે 11 વાગે રાખવામાં આવી છે. વળી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ 18 જુલાઈએ જ સંસદ ભવનમાં સંસદના નેતાઓની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે સર્વપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહી શકે છે.

sansad

માનવામાં આવી રહ્યુ છે કે દેશની રાજધાની દિલ્લીમાં છેલ્લા લગભગ 8 મહિનાઓથી ચાલી રહેલ ખેડૂતના આંદોલન અને સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ, મોંઘવારી અને કોરોના વાયરસ મહામારીના મુદ્દાઓ માટે સંસદનુ ચોમાસુ સત્ર હંગામેદાર રહી શકે છે. વળી, સૂત્રોના હવાલાથી સમાચાર છે કે ચોમાસુ સત્રમાં સરકારની તૈયારીઓ અને રણનીતિ પર ચર્ચા માટે ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની કાર્યકારિણીની બેઠક પણ 18 જુલાઈએ થશે.

English summary
All party meeting called by Pralhad Joshi at 11 am on 18 July.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X