For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદના ચોમાસુ સત્ર પહેલાં આજે સર્વદળીય બેઠક, વડાપ્રધાન મોદી પણ સામેલ થશે

સંસદના ચોમાસુ સત્ર પહેલાં આજે સર્વદળીય બેઠક, વડાપ્રધાન મોદી પણ સામેલ થશે

|
Google Oneindia Gujarati News

સંસદનું ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) આવતી કાલથી સોમવારે શરૂ થઈ રહ્યું છે, જેને જોતાં રવિવારે સવારે 11 વાગ્યો સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે. સરકારે સવારે 11 વાગ્યે અને લોકસભા અધ્યક્ષે સાંજે ચાર વાગ્યે લોકસભામાં તમામ પાર્ટીઓના નેતાઓને વાતચીત માટે આમંત્રિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં સામેલ થશે. સરકાર આ બેઠકમાં ચોમાસું સત્ર અડચણ વિના ચલાવવા માટે વિપક્ષી પાર્ટીઓનો સહયોગ માંગશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ તમામ દળોને આ બેઠક માટે આમંત્રિત કર્યા છે.

parliament

સોમવારથી શરૂ થનાર સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન વિપક્ષ મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, કોરોનાની રસીની ઘટ, ખેડૂત આંદોલન, રાફેલ ડીલ, ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોશિશ કરશે. જ્યારે સરકારની કોશિશ આ ત્રમાં ત્રણ વટહુકમો સહિત કુલ 23 બિલ પાસ કરાવે. આમાં 17 નવાં બિલ છે.

એક દિવસ પહેલાં એટલે કે શનિવારે જ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ શનિવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના ઘરે જઈ તેમની મુલાકાત લીધી હતી. તેમની સાથે સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન પણ હતા. બિરલા અને મંત્રીઓ વચ્ચે મૉનસૂન સત્રને લઈ સોમવારથી વિસ્તૃત ચર્ચા શરૂ થઈ. કુલ આઠ કેન્દ્રીય મંત્રીઓએ સ્પીકર સાથે મુલાકાત કરી. જેમાં નિર્મલા સીતારમણ અને નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડ અને પંકજ ચૌધરી પણ હતા.

આ સત્રમાં ભાજપી સાંસદ રવિ કિશન જનસંખ્યા નિયંત્રણ પર પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરી શકે છે, જ્યારે રાજસ્થાનથી સાંસદ કિરોડી લાલ મીણા પણ સમાન નાગરિક સંહિતા પરહ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરનાર છે.

English summary
all-party meeting today before the monsoon session of Parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X