For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી પ્રચારમાં હેલિકોપ્ટરો અને નાના પ્લેનની માંગ વધી

રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂકરી દીધો છે. ચૂંટણી પ્રચાર માટે નાના ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો ભાડે લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે.

|
Google Oneindia Gujarati News

રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂકરી દીધો છે. ચૂંટણી પ્રચાર માટે નાના ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો ભાડે લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. જો ઉડ્ડયન ઉદ્યોગના લોકોનું કહેવું છે કે 2019 ની લોકસભાની ચૂંટણીઓ માટે તેમની પાસે હાઉસફુલ છે. એટલે કે તે સંપૂર્ણ રીતે બુક છે.

આ પણ વાંચો: દિલ્હીમાં હોળી પછી ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાન શરુ થશે

ચૂંટણીની રેલી કરવા જવા માટે નાના પ્લેન અને હેલિકોપ્ટરની મદદ લે છે

ચૂંટણીની રેલી કરવા જવા માટે નાના પ્લેન અને હેલિકોપ્ટરની મદદ લે છે

જણાવી દઈએ કે વિવિધ પક્ષોના રાજકારણીઓ અને સ્ટાર પ્રચારક ચૂંટણી પ્રચારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાર્ટર્ડ પ્લેન અથવા નાના વિમાનોથી મુસાફરી કરે છે. જ્યારે કેટલાક હેલિકોપ્ટરની મદદથી મુસાફરી છે. આ એટલા માટે છે કારણ કે હેલિકોપ્ટર ઓછા સમયમાં વધુ અંતર નક્કી કરે છે, આવામાં બાઇ રોડ પર જવાનું નેતાઓ માટે આરામદાયક પણ નથી અને સમયની બચત પણ નથી થતી. લિમિટેડ સમય હોય છે તેથી વિમાનો અને હેલિકોપ્ટરોની મદદ લેવામાં આવે છે.

દેશમાં લગભગ 275 રજિસ્ટર્ડ નાગરિક હેલિકોપ્ટર છે

દેશમાં લગભગ 275 રજિસ્ટર્ડ નાગરિક હેલિકોપ્ટર છે

તમને જણાવી દઈએ કે ઘણા એવા વિકસિત દેશો છે જ્યાં ચુંટણી પ્રચાર માટે હેલિકોપ્ટર અથવા નાના વિમાન ઉપલબ્ધ નથી હોતા. પશ્ચિમી રોટરી વિંગ સોસાયટી ઓફ ઇન્ડિયા (RWSI) ના પ્રમુખ કેપ્ટન ઉદય ગેલીના જણાવ્યા મુજબ દેશમાં લગભગ 275 રજિસ્ટર્ડ નાગરિક હેલિકોપ્ટર છે. તેમાં કેન્દ્રીય અથવા રાજ્ય સરકારો, કોર્પોરેટ્સ, જાહેર અથવા ખાનગી ક્ષેત્રના ઉપક્રમો અને તે લોકોની માલિકીના હેલિકોપ્ટર પણ સામેલ છે.

મેં સુધી બુકીંગ પુરી

મેં સુધી બુકીંગ પુરી

મુંબઇ સ્થિત એવિએશન નિષ્ણાત પ્રદીપ થિમ્પીએ જણાવ્યું હતું કે, નાના ફિક્સ્ડ-વિંગ એરક્રાફ્ટ સિવાય, સિંગલ-એન્જિન એરક્રાફ્ટને વિવિધ કારણોથી ચૂંટણી સંબંધિત હેતુઓ માટે મંજૂરી નથી, પરંતુ ટ્વીન અને મલ્ટીપલ એન્જિન ટર્બો-પ્રોપ્સ ખૂબ માંગમાં છે. થમ્પીએ ન્યુઝ એજન્સી આઇએએનએસને જણાવ્યું હતું કે પાઇલોટ ઉપરાંત પાંચ કિંગ એર સી 90 અને બે પાઇલોટ પ્લસ આઠ કિંગ એર બી 200 ની માંગ વધુ છે. ભારતમાં તેની અંદાજિત સંખ્યા બે ડઝન છે પરંતુ હજી સુધી ઉપલબ્ધ નથી. બુકિંગ મે મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી પૂર્ણ થયું છે. તેમણે કહ્યું છે કે ભાજપના અધ્યક્ષ અમિત શાહ અથવા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી જેવા મોટા નેતાઓ નાના વિમાનો અને હેલિકોપ્ટરમાં મુસાફરી કરશે નહીં. કારણ કે આ પાછળ પણ ઘણા કારણો છે.

English summary
All planes, choppers booked for lok sabha elections 2019 campaign purposes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X