For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપને ખુશખબર, યુપીમાં 37માંથી 36 સીટો જીતી

કર્ણાટક ચૂંટણીના પરિણામો પહેલા યુપીમાં ભાજપે 37 માંથી 36 સીટો પર પોતાનો કબ્જો મેળવી લીધો છે. આ સીટો યુપીમાં સહકારી બેંકોની પ્રબંધન સમિતિની છે.

|
Google Oneindia Gujarati News

દેશની નજર હાલમાં કર્ણાટક ચૂંટંણી પર છે અને અહીંની હાર જીત આગામી લોકસભા ચૂંટણી પર પ્રભાવ પાડશે. આ ચૂંટણી સંગ્રામ વચ્ચે ભાજપ માટે મોટા સમાચાર છે. કર્ણાટક ચૂંટણીના પરિણામો પહેલા યુપીમાં ભાજપે 37 માંથી 36 સીટો પર પોતાનો કબ્જો મેળવી લીધો છે. આ સીટો યુપીમાં સહકારી બેંકોની પ્રબંધન સમિતિની છે. જ્યાં સપાનું એકહથ્થુ શાસન ચાલી રહ્યુ છે. વાસ્તવમાં શુક્રવારે યુપીમાં સહકારી બેંકોની પ્રબંધન સમિતિની ચૂંટણી હતી. જેના પર ભાજપે એકતરફી જીત મેળવી છે. ભાજપે યુપીના 37 જિલ્લામાં 36 જિલ્લાની સહકારી બેંકોની પ્રબંધ સમિતિના અદ્યક્ષ પદ પર જીત મેળવી છે. જ્યારે આજમગઢમાં ચૂંટણી સ્થગિત થઈ ગઈ હતી જેના કારણે ત્યાં કમળ ખીલી શક્યુ નહિ.

આ જીતનું ઘણુ મહત્વ

આ જીતનું ઘણુ મહત્વ

આ જીતનું મહત્વ એટલા માટે છે કે હાલમાં જ ફૂલપુર અને ગોરખપુરની પેટાચૂંટણીમાં સમાજવાદી પક્ષ અને બસપા ગઠબંધનથી એક નવુ રાજકીય સમીકરણ બન્યુ હતુ. જેને પાર કરવા માટે ભાજપને નવી રણનીતિ બનાવવાની હતી અને જે નવી રણનીતિ સાથે ભાજપે વિપક્ષી દળોને મ્હાત આપી છે.

ઘણી જગ્યાએ નિર્વિરોધ ચૂંટણી

ઘણી જગ્યાએ નિર્વિરોધ ચૂંટણી

યુપી જિલ્લા સહકારી બેંક પ્રબંધન સમિતિની ચૂંટણીમાં ઘણી જગ્યાઓ પર તો ભાજપના ઉમેદવારોને ટક્કર જ નથી મળી અને તેઓ સીધા જ ચૂંટાઈ આવ્યા છે. જે જગ્યાએ ચૂંટણી થઈ ત્યાં ભાજપે જીત મેળવી. ઈલાહાબાદમાં ભાજપ નેતા અમરનાથ મૌર્યએ નિર્વિરોધ જીત મેળવી. લખનઉ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદ પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રપ્રતાપ સિંહ નિર્વિરોધ ચૂંટાયા. આ ઉપરાંત પ્રતાપગઢ, કૌશાંબી, ફતેહપુર, ચિત્રકૂટ, સુલ્તાનપુર, મહોબા, હમીરપુર સહિત કુલ 36 જિલ્લામાં કમળ ખીલ્યુ છે.

આવી હતી રણનીતિ

આવી હતી રણનીતિ

તમને જણાવી દઈએ કે યુપી જિલ્લા સહકારી બેંક પ્રબંધન સમિતિ પર મોટાભાગે સપા અને બચેલી ખુરશી પર બસપા રાજ કરતી આવી છે. પરંતુ પહેલી વાર ભાજપે આ ચૂંટણી માટે રણનીતિ બનાવી અને જમીન પર ઉતરીને જીતનું સમીકરણ તૈયાર કર્યુ. આના માટે ક્ષેત્રવાદ મિશનનો ફંડા અપનાવવામાં આવ્યો અને આ ચૂંટણી માટે પ્રદેશ મહામંત્રી વિદ્યાસાગર સોનકરને પ્રભારી બનાવવામાં આવ્યા હતા. ક્ષેત્રવાદ મિશન ફંડા હેઠળ બધા ક્ષેત્રોમાં પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને તેમના પર હાલમાં સીટ જીતવાનો ભાર નાખવામાં આવ્યો હતો. જેમાં આજમગઢને છોડીને દરેક જગ્યાએ ભાજપે જીત મેળવી છે.

આમણે મહત્વની ભૂમિકા નિભાવી

આમણે મહત્વની ભૂમિકા નિભાવી

જિલ્લા સહકારી બેંક પ્રબંધન સમિતિની ચૂંટણીમાં ભાજપની જીતમાં ક્ષેત્રીય પ્રભારી જ મહત્વની ભૂમિકામાં રહ્યા. જેમાં પશ્ચિમમાંથી ડીકે શર્મા, બ્રજમાં આલોક સિંહ, કાનપુરમાં અરવિંદ સાહની, કાશીમાં આરતી કુશવાહા, ગોરખપુરમાં વાલ્મિકી ત્રિપાઠીએ ચૂંટણીના ગોલ સેટ કર્યા હતા. હાલમાં આ પરિણામોથી ભાજપ ખૂબ ઉત્સાહમાં છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર મહેન્દ્રનાથ પાંડેએ આ જીત પર બધા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.

English summary
allahabad bjp won 36 seats of 37 seats up co operative banks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X