અમરસિંહ અને જયાપ્રદા RLDમાં જોડાશે!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 માર્ચ: સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહ રાષ્ટ્રીય લોક દળ પાર્ટી (આરએલડી) પાલવ પકડી શકે છે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે અમરસિંહની સાથે જયાપ્રદા પણ આરએલડીમાં સામેલ થઇ શકે છે. આ વખતે લોકસભા ચૂંટણી આરએલડી કોંગ્રેસ સાથે મળીને લડશે. સ્પષ્ટ છે કે અમર સિંહ અને જયાપ્રદા પણ આરએલડીની ટિકીટ પર યૂપીમાં જ કોઇ લોકસભા ક્ષેત્ર પરથી ચૂંટણી લડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકદળમાં સમજૂતી થઇ છે અને આરએલડી ઉત્તર પ્રદેશની કુલ 80 સીટોમાંથી હાલ આઠ પર ચૂંટણી લડશે. કોંગ્રેસે આરએલડી માટે બાગપત, કૈરાના, બિજનૌર, નગીના, અમરોહા, હાથરસ, મથુરા અને બુલંદશહેર સીટો છોડી છે. સૂત્રોના અનુસાર આરએલડી બુલંદશહેરના બદલે અલીગઢ લોકસભા સીટ ઇચ્છે છે કારણ કે અલીગઢ જિલ્લામાંથી તેમના ત્રણ ધારાસભ્ય છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ અલીગઢ સીટ આરએલડીને આપવા માટે તૈયાર નથી. એમપણ કહેવામાં આવે છે કે આરએલડી ત્રણ વધુ ત્રણ સીટો માંગી રહી છે.

amar-singh-pic

અત્રે ઉલ્લેખનીય છે કે આરએલડીએ લોકસભાની ગત ચૂંટણી ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરી લડી રહી હતી. ભાજપે આરએલડી માટે 7 સીટો છોડી હતી જેમાંથી આરએલડીના બાગપતથી ચૌધરી અજિત સિંહ, મથુરાથી જયંત ચૌધરી, અમરોહાથી દેવેન નાગપાલ, હાથરસથી સારિકા સિંહ બધેલ અને બિજનૌરથી સંજય સિંહ ચૌહાણ જીત્યા હતા. જો કે નાગપાલ અને બધેલ પાર્ટીથી સસ્પેંડેડ છે. ચૂંટણી બાદ આરએલડીએ ભાજપ સાથે ગઠબંધન તોડી યૂપીએનો છેડો પકડી લીધો હતો અને ત્યારબાદ આરએલડી અધ્યક્ષ ચૌધરી અજિત સિંહને મનમોહન સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા હતા.

English summary
According to sources Amar Singh and Jaya Prada will join Rashtriya LOk Dal today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X