For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમેઝોને જબરજસ્તી નોકરીથી કાઢવાના આરોપો ફગાવ્યા, કંપનીએ કહ્યું- લોકો જાતે છોડી રહ્યાં છે

મલ્ટીનેશનલ કંપની એમેઝોને જે રીતે હજારો કર્મચારીઓને પોતાનાથી રાજીનામું આપવા માટે મેઇલ કર્યા, તે પછી કંપની સતત હેડલાઇન્સમાં છે. પરંતુ હવે એમેઝોન તરફથી આ સમગ્ર મામલામાં સ્પષ્ટતા આપતા કહેવામાં આવ્યું છે કે અમે કોઈને નોકરીમાં

|
Google Oneindia Gujarati News

મલ્ટીનેશનલ કંપની એમેઝોને જે રીતે હજારો કર્મચારીઓને પોતાનાથી રાજીનામું આપવા માટે મેઇલ કર્યા, તે પછી કંપની સતત હેડલાઇન્સમાં છે. પરંતુ હવે એમેઝોન તરફથી આ સમગ્ર મામલામાં સ્પષ્ટતા આપતા કહેવામાં આવ્યું છે કે અમે કોઈને નોકરીમાંથી કાઢી મૂક્યા નથી, લોકો પોતાની નોકરી જાતે જ છોડી રહ્યા છે. હકીકતમાં શ્રમ મંત્રાલય દ્વારા એમેઝોન ઇન્ડિયાને નોટિસ મોકલવામાં આવી હતી. જે બાદ બુધવારે એમેઝોનના પ્રતિનિધિઓ બેંગલુરુમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશનર સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન એમેઝોને કહ્યું કે અમે કર્મચારીઓને કાઢી મૂક્યા નથી, પરંતુ જેમણે વોલેંટ્રી સેપરેશન પ્રોગ્રામ(સ્વૈચ્છિક રાજીનામું) પસંદ કર્યું છે તેમને જવા દેવામાં આવ્યા છે.

એમેઝોને આરોપોથી કર્યો ઇનકાર

એમેઝોને આરોપોથી કર્યો ઇનકાર

કર્મચારીઓના હિત માટે કામ કરતી પુણે સ્થિત એક સંસ્થાએ ગયા અઠવાડિયે એક અરજી દાખલ કરી હતી અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે રાજ્યના શ્રમ મંત્રાલયે આ બાબતની તપાસ કરવી જોઈએ કે શું કર્મચારીઓને અનૈતિક રીતે કાઢી મૂકવામાં આવ્યા છે. આ સંદર્ભે એક ઈ-મેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આઈટી યુનિયને દાવો કર્યો હતો કે એમેઝોન કર્મચારીઓને બળજબરીથી કાઢી મૂકે છે. કંપની મોટાભાગે ભારતમાં કર્મચારીઓની છટણી કરી રહી છે.

30 નવેમ્બર સુધી મળ્યુ હતુ અલ્ટિમેટમ

30 નવેમ્બર સુધી મળ્યુ હતુ અલ્ટિમેટમ

તમને જણાવી દઇએ કે એમેઝોને 10,000 કર્મચારીઓની હકાલપટ્ટીની પ્રક્રિયા શરૂ કરી છે, કર્મચારીઓને 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે કે તેઓ પોતે રાજીનામું આપે અને કંપની દ્વારા આપવામાં આવતી રોકડ સહાય સ્વીકારે. કંપનીના સીઈઓ એન્ડી જેસીએ એમ પણ કહ્યું કે એમેઝોન 2023માં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે, જેથી તે તેના બિઝનેસ પરનો વધારાનો બોજ ઘટાડી શકે.

મોટી સંખ્યામાં રોજગારી છીનવાઇ

મોટી સંખ્યામાં રોજગારી છીનવાઇ

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ એમેઝોનના પ્રતિનિધિ બુધવારે શ્રમ વિભાગ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેણે પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે એવા કોઈપણ આરોપોને ફગાવી દીધા છે કે કંપની બળજબરીથી લોકોને નોકરીમાંથી બહાર ફેંકી રહી છે. એમેઝોન, મેટા, ટ્વિટરના કર્મચારીઓને એક પછી એક બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે કંપનીએ કર્મચારીઓની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કંપની 11,000 કર્મચારીઓની છટણી કરશે. ટ્વિટર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 50 ટકા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે. ગૂગલ અને એચપી જેવી કંપનીઓ પણ કર્મચારીઓની છટણી કરી રહી છે.

English summary
Amazon denies allegations of forced layoffs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X