
અમેરિકામાં મોદીને સન્માનિત કરવાની તૈયારી, કરી શકે છે યુએસ સંસદને સંબોધિત
નવી દિલ્હી, 21 જૂન: એક સમય એવો હતો જ્યારે અમેરિકાને નરેન્દ્ર મોદી સામે વાંધો હતો. ગુજરાતના રમખાણોના દાગના કારણે તેમને વિઝા પણ આપવામાં આવ્યા ન્હોતા. જોકે લોકસભા ચૂંટણીમાં મળેલી ભારે જીત બાદ બધું જ બદલાઇ ગયું છે.
પહેલા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મોદીને જીત માટે શુભેચ્છા પાઠવી બાદમાં અમેરિકા આવવાનું આમંત્રણ પાઠવ્યુ, હવે સમાચાર આવી રહ્યા છે કે આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીને અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવાની તક મળી શકે છે. આ તક દુનિયાના ગણ્યા-ગાંઠ્યા નેતાઓને જ મળી છે. જોકે મોદીને આ તક મળી શકે છે તેવા સમાચાર અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સે આપ્યા છે.
અમેરિકન પ્રતિનિધિ સભાના વિદેશી મામલાની કમિટિના ચેરમેન એડ રૉયસે શુક્રવારે સ્પીકર જોન બોનરને અરજી આપી કે મોદીને ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવે. જોન બોનરે લખેલા પત્રમાં રૉયસે જણાવ્યું કે 'આ વખતે ભારતના લોકસભા ચૂંટણીમાં લગભગ 50 મિલિયન લોકોએ વોટિંગ કર્યું. આ દુનિયાના સૌથી મોટા લોકતંત્ર માટે કોઇ ઉત્સવ સમાન હતું અને ભારત માટે ઐતિહાસિક તક પણ. અમેરિકાએ મોદી સાથે મળીને કામ કરવું જોઇએ જેથી બંને દેશોના સંબંધો વધું મજબૂત બને.' એડ રૉયસના આ પત્ર પર અમેરિકન સાંસદ જોર્જ હોલ્ડિંગે પણ હસ્તાક્ષર કરી દીધા છે.
રૉયસે ભારતની સાથે વ્યાપારિક સંબંધો પર લખ્યું છે કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અમલદારશાહીની વિરુદ્ધ છે જેના કારણે બંને દેશોની વચ્ચે વ્યાપાર સંબંધ ઝડપથી વધી રહ્યા છે. આશા છે કે આવનારા દિવસોમાં બંને દેશોની વચ્ચે આર્થિક સમજૂતીમાં પણ ઝડપ આવશે.'
આપને જણાવી દઇએ કે જે બે અમેરિકન સાંસદોએ આ પત્ર લખ્યો છે, તે બંને રિપબ્લિકન પાર્ટીમાંથી આવે છે અને સ્પીકર બોનર પણ આ જ પાર્ટીના છે. લોકસભા ચૂંટણીના પહેલા જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર પણ જાહેર ન્હોતા કર્યા ત્યારે આ જ પાર્ટીએ ઘણા સાંસદો ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા. આ 2013ની શરૂઆતમાં થયું હતું.
જો મોદીને આ નિમંત્રણ મળે છે અને તેને સ્વિકારી લેવામાં આવે છે તો નરેન્દ્ર મોદી અમેરિકન સાંસદને સંબોધિત કરનારા દેશના છઠ્ઠા વડાપ્રધાન બની જશે. આ પહેલા કયા કયા ભારતીય વડાપ્રધાનોએ અમેરિકન સાંસદને સંબોધી છે આવો જોઇએ સ્લાઇડરમાં...

પંડિત જવાહર લાલ નેહરુ
પંડિત જવાહર લાલ નેહરુએ 1949માં અમેરિકન સંસદને સંબોધી હતી.

રાજીવ ગાંધી
રાજીવ ગાંધીએ 1985માં અમેરિકન સંસદને દને સંબોધી હતી.

પીવી નરસિંમા રાવ
પીવી નરસિંમા રાવે 1994માં અમેરિકન સંસદને સંબોધી હતી.

અટલ બિહારી વાજપેઇ
અટલ બિહારી વાજપેઇએ 2000માં અમેરિકન સંસદને સંબોધી હતી.

મનમોહન સિંહ
મનમોહન સિંહે 2005માં અમેરિકન સંસદને સંબોધી હતી.

નરેન્દ્ર મોદી જો આમંત્રણ સ્વિકારે છે તો.
જો મોદીને આ નિમંત્રણ મળે છે અને તેને સ્વિકારી લેવામાં આવે છે તો નરેન્દ્ર મોદી અમેરિકન સાંસદને સંબોધિત કરનારા દેશના છઠ્ઠા વડાપ્રધાન બની જશે.