નોટબંધીથી ધનિકોને ત્રણ ગણી તકલીફો થઇ રહી છે-અમિત શાહ

Subscribe to Oneindia News

ભાજપ અધ્યક્ષ અમિત શાહે અલ્મોડામાં જનસભાને સંબોધિત કરતા પ્રદેશની હરીશ રાવત સરકાર પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે હરીશ રાવત સરકારે પ્રદેશમાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વિકાસ કર્યો છે.

amit shah

હરીશ રાવત સરકારને ઉખાડી ફેંકો

નરેન્દ્ર મોદી નામના કારખાનામાં બહુ વીજળી બની રહી છે, લાખો-કરોડો રુપિયા વિકાસ માટે ઉત્તરાખંડ મોકલવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ થતો નથી. તેમણે કહ્યું કે હરીશ રાવત સરકારને ઉખાડી ફેંકો અને પ્રદેશના વિકાસને વેગ આપો.

શાહે કહ્યું કે અમે ઉત્તરાખંડને દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય બનાવીશુ. તેમણે કહ્યું કે દરેક વસ્તુમાં રાવત સરકારે ગોટાળો, ભ્રષ્ટાચાર, દારુ વહેંચવાનુ કામ કર્યુ છે. દરેક વસ્તુમાં આ સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે.

harish ravat

જે સ્ટીંગમાં પકડાયો તેને બીજો મોકો કેમ?

ભાઇ હરીશ, આટલા પૈસાનું શું કરશો, હવે તો પાંચ વર્ષ થઇ ગયા, હવે તો બંધ કરો. શાહે કહ્યું કે જે મુખ્યમંત્રી ટીવી પર ભ્રષ્ટાચાર કરતા પકડાય તેને બીજો મોકો આપવો જોઇએ? શાહે કહ્યું કે તમારી કૃપાથી જ દેશમાં પૂર્ણ બહુમતની સરકાર દેશમાં બની છે. અમે ઇચ્છીએ છીએ કે ઉત્તરાખંડનું ચારધામ ફોરલેન રોડ સાથે જોડાય. અમે પ્રદેશને સૌથી સમૃદ્ધ પ્રદેશ બનાવવા ઇચ્છીએ છીએ.

rahul

ત્રણ પેઢી બાદ રાહુલ બાબાને જવાનોની યાદ આવી

શાહે કહ્યું કે ઉપર રાહુલ બાબા છે એવામાં કોંગ્રેસ ના તો પ્રદેશ કે ના તો દેશનો વિકાસ કરી શકશે. તેમણે કહ્યું કે અચાનક ત્રણ પેઢી બાદ રાહુલને સેનાના જવાનોની યાદ આવી ગઇ. તે સેનાના જવાનોના ઓઆરઓપીની માંગ કરવા લાગ્યા.

જ્યારે મોદીજીએ જવાનોને ઓઆરઓપી આપ્યુ હતુ ત્યારે તો રાહુલ બાબા વિદેશ ફરવા જતા રહ્યા હતા. નાની તકલીફોને રાહુલ ગાંધી એનકેશ કરવા માંગે છે. પરંતુ જે પણ તકલીફો છે તેનું નિરાકરણ કરવામાં આવશે.

ત્રણ પેઢીથી આ દેશના જવાન વન રેંક વન પેંશન માંગી રહ્યા હતા, તેમણે તમારી દાદી, તમારા પિતા અને તમારી મા પાસે પણ માગ્યુ હતુ પરંતુ તમે કંઇ આપ્યુ નહિ. શાહે કહ્યું કે મોદીજીએ એક સાથે 5500 કરોડ રુપિયા જવાનોના ખાતામાં જમા કરાવી દીધા.

border

ગોળીનો જવાબ ગોળાથી આપીએ છીએ

જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો કોઇ સરહદ પર આવીને સેનાના જવાનોના માથા કાપીને લઇ જતુ તો પણ તમારી સરકારને કોઇ ફરક પડતો નહોતો. તમારા જમાનામાં પણ પાક તરફથી ગોળીબાર થતો હતો ત્યારે જવાનો દિલ્હીથી પરવાનગીની રાહ જોતા હતા. પરંતુ હવે ગોળીબાર થાય તો પરવાનગીની જરુર નથી હોતી, ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવે છે.

આપણા જવાનોએ ઉરીના જવાનોનો બદલો પાકિસ્તાનની સીમામાં ઘૂસીને લીધો હતો. શાહે કહ્યું કે તમે અમને ના શીખવાડો કે સરહદની રક્ષા કેવી રીતે થાય છે. અમારા પક્ષની રગે રગમાં દેશની રક્ષાની વાત છે.

kejriwal

નોટબંધીથી ધન્નાશેઠોને તકલીફ

નોટબંધીથી તમારી તકલીફો કરતા ત્રણ ગણી વધારે તકલીફો ધનિકોને થઇ છે. આ કાળુનાણુ માત્ર કાળુનાણુ નથી, આના માધ્યમથી દેશમાં આતંકવાદ ચાલતો હતો, આના માધ્યમથી ડ્રગ માફિયા ચાલતા હતા, આના માધ્યમથી નકલી નોટોનો કારોબાર ચાલતો હતો પરંતુ મોદીજીના એક પગલાથી આ બધી સમસ્યાઓનું સમાધાન થઇ ગયુ છે.

મોદીજીના આ નિર્ણયથી મુલાયમ, માયાવતી, કેજરીવાલ સૌથી વધુ પરેશાન હતા. પહેલ કહેતા હતા કે કાળાનાણાં માટે શું કર્યુ અને હવે કહે છે કે આવુ કેમ કર્યુ.

English summary
Amit Shah hits hard on Congress in Almora in a rally. He takes a jibe on Rahul Gandhi and Harish Rawat. He says support Modiji for development.
Please Wait while comments are loading...