For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અત્યારે ભાજપના અધ્યક્ષ જ બની રહેવા માંગે છે અમિત શાહ, નહિ બને મંત્રીઃ સૂત્ર

અમિત શાહ ભાજપના અધ્યક્ષ પદે જ રહેવા ઈચ્છે છે. સૂત્રોના હવાલાથી એ માહિતી મળી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી ગુરુવારે બીજી વાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે ઘણા મંત્રી પણ શપથ લેશે. વળી, મંત્રી મંડળમાં કયા કયા નેતાઓને જગ્યા મળશે તે વિશે અટકળો વધી ગઈ છે. સૌથી વધુ ચર્ચા ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિશે થઈ રહી છે કે શું તે મોદી કેબિનેટમાં શામેલ થશે કારણકે જો આમ થાય તો ભાજપને નવા અધ્યક્ષની પસંદગી કરવી પડે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી અમિત સાથે વિશે એક સમાચાર આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ટીવી ડિબેટમાં એક મહિના સુધી પોતાના પ્રવકતા નહિ મોકલે કોંગ્રેસ આ પણ વાંચોઃ ટીવી ડિબેટમાં એક મહિના સુધી પોતાના પ્રવકતા નહિ મોકલે કોંગ્રેસ

ભાજપના અધ્યક્ષ પદ પર જ રહેવા ઈચ્છે છે શાહઃ સૂત્ર

ભાજપના અધ્યક્ષ પદ પર જ રહેવા ઈચ્છે છે શાહઃ સૂત્ર

અમિત શાહ ભાજપના અધ્યક્ષ પદે જ રહેવા ઈચ્છે છે. સૂત્રોના હવાલાથી એ માહિતી મળી છે. જો કે આ વિશે અટકળોનું બજાર ગરમ છે કે શાહને મોદી કેબિનેટમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ પાર્ટી તરફથી કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી. સાંસદ ચૂંટાયા બાદ અમિત શાહે કાલે રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. શાહ ગુજરાતની ગાંધીનગર સીટથી ચૂંટાઈને આવ્યા છે.

શાહને મંત્રી બનાવવા વિશે અટકળો વધી

શાહને મંત્રી બનાવવા વિશે અટકળો વધી

શાહના મંત્રી બનવાની સ્થિતિમાં ભાજપને નવા અધ્યક્ષની ચૂંટણી કરવાની રહેશે. એવામાં જે પી નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવનું નામ આ રેસમાં સૌથી આગળ બતાવવામાં આવી રહ્યુ છે. બુધવારે કેબિનેટમાં શામેલ થનારા મંત્રીઓના નામ પર ચર્ચા માટે શાહ અને પીએમ મોદી વચ્ચે 4 કલાકથી વધુ બેઠક ચાલી હતી. વળી, ગુરુવારે પણ અમિત શાહ પીએમ મોદીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. અમિત શાહના ઘરે ભાજપના ઘણા નેતાઓની અવરજવર ચાલી રહી છે. આ તમામ ઘટનાક્રમ બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.

સહયોગી પક્ષોમાંથી એક એક મંત્રી શપથ લેશેઃ શિવસેના

સહયોગી પક્ષોમાંથી એક એક મંત્રી શપથ લેશેઃ શિવસેના

સૂત્રોના હવાલાથી એ પણ સમાચાર આવી રહ્યા છે કે સંગઠનના અમુક નેતાઓને પણ મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. આ દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન આવ્યુ છે. તેમણે કહ્યુ કે સહયોગી પક્ષોના એક-એક મંત્રીના શપથ લેવા પર સંમતિ બની છે. સંજય રાઉતે કહ્યુ કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ સાવંતનું નામ આપ્યુ છે જે મંત્રીપદના શપથ લેશે. તમને જણાવી દઈએ કે અરવિંદ સાવંતે સાઉથ મુંબઈથી કોંગ્રેસના મિલિન્દ દેવડાને હરાવ્યા હતા.

English summary
Amit Shah keen to continue as Party President of BJP says sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X