For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP Election: પશ્ચિમ યુપીમાં જાટ સમુદાયને આકર્ષવા અમિત શાહે જાટ નેતાઓ સાથે કરી બેઠક

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ સમુદાયને ભાજપની તરફેણમાં લાવવા માટે અમિત શાહે બીડુ ઝડપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ સમુદાયને ભાજપની તરફેણમાં લાવવા માટે અમિત શાહે બીડુ ઝડપ્યુ છે. દિલ્લીમાં ભાજપના સાંસદ પ્રવેશ વર્માના ઘરે જાટ નેતાઓની મહત્વની બેઠક મળી. આ બેઠકમાં અમિત શાહ ઉપરાંત સંજીવ બાલિયાન, કેપ્ટન અભિમન્યુ સહિત ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા. અમિત શાહ સાથેની બેઠકમાં યુપીના 253 જાટ નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. જાટ નેતાઓએ અમિત શાહ તેમજ ભાજપના નેતાઓનુ મેરઠથી લાવવામાં આવેલ ગોળ વડોથી મોઢુ મીઠુ કરાવ્યુ હતુ.

amit shah

બેઠકમાં અમિત શાહે ભાજપના નેતાઓ અને જાટ સમુદાયના લોકોનુ મંતવ્ય લીધુ. ભાજપના નેતા સંજીવ બાલિયાને જણાવ્યુ કે જાટ સમુદાય હંમેશાથી ભાજપ સાથે રહ્યો છે. આ બેઠકમાં ભાજપે પશ્ચિમ યુપીથી જિલ્લા દીઠ જાટ નેતાઓને બોલાવવામાં આવ્યા. જેમાં મેરઠ, સહારનપુર, મુઝફ્ફરનગર જેવા પશ્ચિમ યુપીના જિલ્લાઓ સિવાય બ્રજ ક્ષેત્રના જાટ નેતાઓને પણ બોલાવવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે અમિત શાહે પશ્ચિમ યુપીમાં તેમના પ્રચારની શરુઆત પણ કૈરાનાથી કરી હતી જે સ્થળાંતરના કારણે દેશભરમાં ચર્ચામાં રહ્યો હતો.

નોંધનીય છે કે જાટ અને મુસ્લિમ સમુદાયની એકતાના નામ સપા અને રાલોદ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. 3 કૃષિ કાયદાને લઈને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપ વિરુદ્ધ નારાજગી દૂર કરવા માટે વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રીય અમિત શાહે દિલ્લીથી ભાજપના સાંસદ પ્રવેશ સાહિબસિંહ વર્માના આવાસ પર વાતચીત કરી હતી. જેને ભાઈચારા બેઠક નામ આપવામાં આવ્યુ હતુ. પ્રવેશ વર્માએ દાવો કર્યો કે જાટ નેતાઓમાં ભાજપ પ્રત્યે જે નારાજગી હતી તે હવે દૂર થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં મતદાન થવાનુ છે. પ્રથમ

English summary
Amit Shah meeting with West Up Jat leaders ahead of assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X