For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના અધ્યક્ષ પદની દોડમાં અમિત શાહ, નડ્ડા અને માથુરનું નામ આગળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 મે: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા અધ્યક્ષને લઇને ગુરૂવારે ચર્ચા થઇ શકે છે. અધ્યક્ષ પદની રેસમાં જેપી નડ્ડા, ઓમ માથુર અને અમિત શાહનું નામ આગળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહને ગૃહમંત્રી બનાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી નવા અધ્યક્ષની શોધમાં જોડાઇ ગઇ છે. આ પદ માટે ત્રણ નામ મુખ્યત્વે સામે આવી રહ્યાં છે, પરંતુ અમિત શાહના નામ પર ચર્ચા કંઇક વધારે છે. યૂપીમાં ભાજપને અભૂતપૂર્વ જીત અપાવવાનો શ્રેય મેળવ્યા બાદથી અમિત શાહનું રાજકીય કદ વધી ગયું છે. સૂત્રોના અનુસાર જેપી નડ્દાના નામ પર સંપૂર્ણપણે સહમતિ બની રહી નથી.

આમપણ રાજનાથ સિંહને ભાજપનું અધ્યક્ષ પદ છોડવું પડશે કારણ કે પાર્ટીમાં એક વ્યક્તિ એક પદની નીતિ છે. રાજનાથ સિંહે બુધવારે સંધના નેતાઓ સાથે મુલાકાત કરી અધ્યક્ષ પદના ઉમેદવાર પર ચર્ચા કરી.

amit-shah

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર બનાવ્યા બાદ ભાજપમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે બુધવારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના પ્રમુખ મોહન ભાગવત અને સંધના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી તેમનું સ્થાન પાર્ટીનું ટોચનું પદ સંભાળનાર સંભવિત નામોને લઇને ચર્ચા કરી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભાગવતે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ ફોન પર વાત કરી પરંતુ જાણી શકાયું નથી કે બંને વચ્ચે શું વાત થઇ. રાજનાથ સિંહ મોદી સરકારમાં ગૃહમંત્રી છે. તેમણે ભાગવત સાથે થોડો સમય વિતાવ્યો અને પાર્ટીમાં સંભવિત પરિવર્તનોને લઇને ચર્ચા કરી. સાથે જ તેમણે સરકાર રચ્યા બાદ પોતાની જગ્યા અધ્યક્ષ પદ પર કોને લાવવામાં આવે, આ વિશે વાત કરી. સમજી શકાય કે તેમણે સંઘ નેતાઓ સાથે કલમ 370ને લઇને પણ ચર્ચા કરી.

ભાજપના અધ્યક્ષના રૂપમાં રાજનાથની જગ્યા મેળવનારાઓમાં પાર્ટી મહાસચિવો જેપી નડ્ડા, અમિત શાહ અને ઓમ પ્રકાશ માથુરના નામ ચાલી રહ્યાં છે. જેપી નડ્ડા ચર્ચાઓથી દૂર રહેનાર હિમાચલ પ્રદેશના નેતા છે, અમિત શાહને નરેન્દ્ર મોદીના નજીક માનવામાં આવે છે જ્યારે માથુર રાજસ્થાન ભાજપના પૂર્વ પ્રમુખ છે જે સંઘના નજીક માનવામાં આવે છે.

ભાગવત અને રાજનાથ સિંહની વાતચીત દરમિયાન ભાજપમાં સંઘના પ્રતિનિધિ સુરેશ સોની પણ હાજર હતા. આશા છે કે રાજનાથ સિંહ જલદી જ પાર્ટી અધ્યક્ષનું પદ છોડશે કારણ કે તે હવે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારનો ભાગ છે. ભાજપના સંગઠનમાં આમૂલ પરિવર્તનની આશા છે કારણ કે મોટાભાગના નેતા હવે સરકારમાં સામેલ થઇ ગયા છે. પાર્ટી સંગઠનમાં નવા ચહેરા જોવા મળી શકે છે.

English summary
While JP Nadda and Amit Shah are still in the reckoning, Om Prakash Mathur may be the new BJP president. He is the late entrant in the race but has straightaway become the front runner, sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X