For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહનો આજે મેગા રોડ શો, બે રેલીને સંબોધિત કરશે

અમિત શાહનો આજે મેગા રોડ શો, બે રેલીને સંબોધિત કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાત લગાવવી શરૂ કરી દીધી છે. પાર્ટીના દિગ્ગજ નેતા પ્રચારની કમાન સંભાળી ચૂક્યા છે. આ હરોળમાં આજે ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં બે ચૂંટણીલક્ષી જનસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત અણિત શાહ એક વિશાળ રોડ શો પણ કરશે, માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહના આ રોડ શોમાં ભારે ભીડ એકઠી થઈ શકે છે. શાહની રેલીને જોતા સુરક્ષાના પુખ્તા ઈંતેજામ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ વખતે દિલ્હી ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે કોંગ્રેસ માટે આ વખતે પોતાના અસ્તિત્વને બચાવી રાખવાની લડાઈ છે.

amit shah

જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની જે યાદી જાહેર કરવામાં આવી છે તેમા પીએમ મોદી અને અમિત શાહ શીર્ષ પર છે. લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી સહિત કુલ 40 નામ છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે. 21 જાન્યુઆરીએ નામાંકન પૂર્ણ થઈ ગયા છે, એવામાં હવે તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. દિલ્હી ચૂંટણી માટે ભાજપ સ્ટાર પ્રચારકોની યાદીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિહ, સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ, મુખ્તાર અબ્બાસ નકવી, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, સાંસદ હેમા માલિની, સની દેઓલ, રવિ કિશન, ગૌતમ ગંભીર, હંસરાજ હંસ અને ભોજપુરી ફિલ્મ સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆના નામ છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વિધાનસભાની 70 સીટ છે, જ્યાં ચૂંટણી થઈ રહી છે. તમામ સીટો પર એક તબક્કામાં 8 ફેબ્રુઆરીએ વોટ પડશે. જે બાદ 11 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને પરિણામોનું એલાન કરવામાં આવશે. ચૂંટણી માટે નામાંકન 21 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યાં હતાં. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જબરી જીત મળી હતી. તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 70માંથી 67 સીટ જીતી હતી. ભાજપને માત્ર ત્રણ સીટ મળી હતી. અન્ય એકેય પાર્ટીના ખાતા પણ નહોતા ખુલી શક્યા. આ ચૂંટણીમાં પણ મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે માનવામાં આવી રહ્યો છે.

Republic Day Live: પીએમ મોદીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવીRepublic Day Live: પીએમ મોદીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી

English summary
Amit Shah to hold 2 rally and a mega road show in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X