For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જનસભા સંબોધિત કરશે

અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જનસભા સંબોધિત કરશે

|
Google Oneindia Gujarati News

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુરમાં એક ચૂંટણી રેલી સંબોધિત કરશે. આ ઉપરાંત આજે સાંજે 5.30 વાગ્યે અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપનું સંકલ્પ પત્ર પણ જાહેર કરશે. પાંચ રાજ્યોમાં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાંથી પશ્ચિમ બંગાળ માટેની ચૂંટણીને સૌથી વધુ મહત્વની માનવામાં આવી રહી છે અને ભાજપ રાજ્યની સત્તા હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે.

amit shah

હાલમાં જ ભાજપના કેટલાય મોટા નેતાઓએ રાજ્યમાં ચૂંટણીલક્ષી જનસભાઓ કરી છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્રમ ોદીએ પશ્ચિમ બંગાળના ખડગપુરમાં એક ચૂંટણી રેલી કરી હતી. જ્યારે લાંબા સમયથી પશ્ચિમ બંગાળની સત્તા પર રહેલ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની ચીફ મમતા બેનરજી હરેક હાલમાં ભાજપને રાજ્યથી બહાર રાખવાની કોશિશમાં લાગી છે.

બંને જ પાર્ટીઓ દ્વારા એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે. ચૂંટણીને હવે થોડા દિવસોનો સમય જ બાકી છે. આ વખતે ચૂંટણીમાં રાજનૈતિક નિષ્ણાંતો માટે કોઈપણ પાર્ટીની જીતનું અનુમાન લગાવવું બહુ કઠિન થઈ રહ્યું છે.

મમતા બેનરજી ભાજપને સત્તામાં આવવાથી રોકવા માટે કઈ હદ સુધી જઈ રહી છે તેનું અનુમાન એ વાતથી જ લગાવી શકાય કે તેમણે સીપીએમને સમર્થનની અપીલ કરી છે જેનો ભાજપ આજીવન કટ્ટર વિરોધી રહ્યો છે. હાલ પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી ચૂંટણી થઈ રહી છે અને 2 મેના રોજ પરિણામ ઘોષિત કરાશે. રાજ્યમાં 294 વિધાનસભા સીટ માટે મતદાન થનાર છે.

પીએમ મોદી આજે બોકાખાટ અને બાંકુરામાં રેલીઓને સંબોધિત કરશેપીએમ મોદી આજે બોકાખાટ અને બાંકુરામાં રેલીઓને સંબોધિત કરશે

English summary
Amit Shah will address a public rally in East Medinipur, West Bengal today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X