For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમૂલ અને મધર ડેરી જેવા બ્રાન્ડેડ દૂધ પણ માનક-સ્તરમાં ફેઈલ

જો તમે પણ અમૂલ કે મધર ડેરી જેવા બ્રાન્ડેડ દૂધનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. દિલ્હી-એનસીઆરમાં દૂધના 165 સેમ્પલમાંથી 21 સેમ્પલ માનક-સ્તર પર ફેઈલ થયા છે.

|
Google Oneindia Gujarati News

જો તમે પણ અમૂલ કે મધર ડેરી જેવા બ્રાન્ડેડ દૂધનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. દિલ્હી-એનસીઆરમાં દૂધના 165 સેમ્પલમાંથી 21 સેમ્પલ માનક-સ્તર પર ફેઈલ થયા છે. જાણકારી મુજબ તેમાં પાણી અને દૂધના પાવડરની મિલાવટ જોવા મળી. આ સેંમ્પલ્સમાં મધર ડેરી અને અમૂલ જેવી બ્રાન્ડ પણ શામેલ છે. દિલ્હી સરકારના ખાદ્ય અપમિશ્રણ વિભાગની તપાસમાં આ અંગેનો ખુલાસો થયો છે. રિપોર્ટનો ખુલાસો કરતાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે જે દૂધના સેમ્પલ્સ માનક સ્તર પર ફેઈલ થયા છે તે સીધી રીતે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક નથી. જો કે આ દૂધમાં પોષક તત્વો નિર્ધારિત સ્તર કરતાં ઓછા હતા.

13 થી 28 એપ્રિલ વચ્ચે લીધા હતા સેમ્પલ

13 થી 28 એપ્રિલ વચ્ચે લીધા હતા સેમ્પલ

દિલ્હી સરકારના ખાદ્ય આપૂર્તિ વિભાગે 13 થી 28 એપ્રિલ વચ્ચે દૂધના લગભગ 177 સેમ્પલ લીધા હતા. આમાં બ્રાન્ડેડ અને નોન-બ્રાન્ડેડ દૂધ પણ શામેલ હતા. આ સેમ્પલ્સમાં 165 સેમ્પલ્સની તપાસ રિપોર્ટમાં 21 માં મિલાવટ જોવા મળી. શુક્રવારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે અમૂલ અને મધર ડેરીના દૂધના નમૂના પણ માનક સ્તર પર ખરા નથી ઉતર્યા. તેમણે એ પણ જણાવ્યું કે સમગ્ર મામલે દિલ્હી સરકાર જરૂરી કાર્યવાહી કરશે.

165 સેમ્પલમાંથી 21 માં મિલાવટ

165 સેમ્પલમાંથી 21 માં મિલાવટ

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે જેમાં મિલાવટ જોવા મળી છે તે બધાને અદાલત મોકલવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે આ મામલે રૂ. 5000 થી માંડી રૂ. 5 લાખ સુધી સુધીનો દંડ કરવામાં આવી શકે છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં દૂધ-ઘી ઉપરાંત બીજા ખાદ્ય પદાર્થોના પણ સેમ્પલ લેવામાં આવશે. જેનાથી લોકોને મિલાવટી પદાર્થ મળતો અટકાવી શકાય.

મિલાવટની ફરિયાદ બાદ કાર્યવાહી

મિલાવટની ફરિયાદ બાદ કાર્યવાહી

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે ઘણા સંમયથી દૂધમાં મિલાવટની ફરિયાદો આવી રહી હતી. આ મામલો વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ખાદ્ય સુરક્ષા વિભાગને દૂધના નમૂનાની તપાસના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ખાદ્ય સુરક્ષા વિભાગે 13 થી 28 એપ્રિલ વચ્ચે દિલ્હીથી દૂધના 177 નમૂના ભેગા કર્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રી બોલ્યા-આમાં કાર્યવાહી થશે

સ્વાસ્થ્ય મંત્રી બોલ્યા-આમાં કાર્યવાહી થશે

આમાં બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ બધા પ્રકારના દૂધના નમૂના શામેલ હતા. આમાં 165 નમૂનાના તપાસ રિપોર્ટ સામે આવ્યા જેમાં 21 નમૂનાની ગુણવત્તા ખરાબ છે. જો કે તેમાં એવા કોઈ તત્વ નથી જેનાથી સીધી રીતે તમારા સ્વાસ્થ્યને કોઈ નુકશાન થાય.

English summary
amul mother dairy branded milk samples tested sub standard delhi health minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X