For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમૂલ દૂધમાં દર વર્ષે 7થી 8 ટકાનો વધારો ઝીંકાશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 ઓક્ટોબર : અમૂલ દૂધનું માર્કેટિંગ કરતી જીસીએમએમએફ (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્‍ક માર્કેટિંગ ફેડરેશન)દ્વારા ખરીદવામાં આવતા દૂધની કિંમતમાં દર વર્ષે કરવામાં આવતા વધારાને પગલે હવે દર વર્ષે અમૂલ દૂધના ભાવમાં પણ વધારો ઝીંકાશે.

આ નિર્ણય અંગે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્‍ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડાયરેક્‍ટર આર.એસ. સોઢીએ જણાવ્‍યું હતું કે જીસીએમએમએફની દૂધની ખરીદીની કિંમતના વધારાની સીધી અસર કે બોજ ગ્રાહકો પર પડશે. પશુપાલકાને વધુ વળતર આપવા માટે તેમજ ઉત્‍પાદન ખર્ચમાં પણ વધારો થવાના કારણે ભાવમાં વધારો કરવો પડશે.

છેલ્લાં સાત વર્ષ દરમિયાન અમૂલ દૂધના ભાવમાં બમણાથી વધારે ભાવવધારો નોંધાયો છે પરંતુ હવે ગ્રાહકોએ દર વર્ષે અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપિયા 4થી 5ના ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે. જીસીએમએમએફના ટોચના અધિકારીએ જણાવ્‍યું હતું કે જો આ પરિસ્‍થિતિ આજ પ્રમાણે રહેશે તો આગામી 10 વર્ષમાં દૂધનો ભાવ પ્રતિલિટર 100 રૂપિયા સુધી થઈ જશે તેવા સંકેત મળી રહ્યા છે.

amul

ઘાસચારો મોંઘો થયો છે. ઉત્‍પાદનખર્ચમાં વધારો થઈ રહ્યો છે. દૂધના ઉત્‍પાદન અને ખરીદીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પશુપાલકોને વધારેમાં વધારે વળતર મળે અને ખેડૂતો દૂધના ઉત્‍પાદનને વધારવા માટે સતત કાર્યશીલ રહે તે માટે દૂધ ઉત્‍પાદકો પાસેથી ખરીદવામાં આવતાં દૂધના ભાવમાં સતત તેમને વધારો આપવો પડે છે. આ કારણે જ દૂધના વેચાણભાવમાં પણ સતત વધારો કરવો પડે છે.

ચાલુ વર્ષે દૂધની ખરીદીમાં 13 ટકાનો વધારો થયો છે. દરરોજ 150 લાખ લિટર દૂધ અમૂલ ખરીદી કરે છે. દૂધનો ખરીદનો ખર્ચ સતત વધી રહ્યો છે. અમૂલે 160 લાખ લિટરથી વધારે ખરીદીનું પ્રોક્‍યોરમેન્‍ટ નોંધાવ્‍યું છે. માટે હવે વેચાણ ભાવમાં વધારો કરવો પડી રહ્યો છે.

સોઢીએ આ વાત ગાંધીનગર ખાતે ગુજરાત ગ્‍લોબલ એગ્રિકલ્‍ચર સમિટમાં ડેરી ઉત્પાદન અંગેના સેમિનાર દરમિયાન કરી હતી. તેમણે જણાવ્યું કે એફડીઆઈના કારણે ભારતમાં પશુપાલકોને નુકસાન થવાની શક્‍યતા વધી રહી છે. અમેરિકામાં ગ્રાહકો દૂધ માટે જેટલો પણ ખર્ચ કરે છે તેના 38 ટકા રકમ ખેડૂતોને મળે છે. ભારતમાં સહકારી દૂધ ઉદ્યોગ હોવાના કારણે 80થી 85 ટકા નાણાં પશુપાલકોને મળે છે. જયારે અમેરિકામાં કંપની જ મોટો નફો કરી લે છે.

English summary
Amul will hike milk price 7to 8 percent every year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X