For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાન્સમાં ઓમિક્રોનમાંથી 'IHU' વેરિઅન્ટ મળ્યો, 46 વખત બદલાયું સ્વરૂપ

ઓમિક્રોનના ભયાનક ખતરા વચ્ચે ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ કોરોનાનો એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે. જેનું નામ 'IHU' છે. જેણે તેનું સ્વરૂપ 46 વખત બદલ્યું છે. વૈજ્ઞાનિકો તેને વધુ સંક્રમક માની રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પેરિસ : ઓમિક્રોનના ભયાનક ખતરા વચ્ચે ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ કોરોનાનો એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે. જેનું નામ 'IHU' છે. જેણે તેનું સ્વરૂપ 46 વખત બદલ્યું છે. વૈજ્ઞાનિકો તેને વધુ સંક્રમક માની રહ્યા છે. કારણ કે, ઘણા પરિવર્તનો છે, જે રસી સામે વધુ પ્રતિરોધક સાબિત થઈ શકે છે.

જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હજૂ સુધી તેને તપાસ હેઠળના પ્રકારની શ્રેણીમાં મૂક્યું નથી, પરંતુ તેની લિંક આફ્રિકન દેશ કેમરૂન સાથે પણ જોડવામાં આવી રહી છે. ફ્રાન્સમાં આ નવા પ્રકારના અત્યાર સુધીમાં 12 કેસ નોંધાયા છે.

'IHU' ઓમિક્રોન કરતાં વધુ સંક્રમક વેરિઅન્ટ

'IHU' ઓમિક્રોન કરતાં વધુ સંક્રમક વેરિઅન્ટ

નવા કોવિડ વેરિઅન્ટ ઓમિક્રોનથી લગભગ આખું વિશ્વ પ્રભાવિત થયું છે. સંક્રમણની ઝડપ એટલી વધી ગઇ છે કે, દરરોજ નવા રેકોર્ડ તૂટી રહ્યા છે, પરંતુ ફ્રેંચવૈજ્ઞાનિકોને કોરોનાનું બીજું એક વેરિઅન્ટ મળ્યું છે, જેણે ઓમિક્રોન કરતાં વધુ વખત તેનું સ્વરૂપ બદલ્યું છે અને તે તેના કરતા વધુ સંક્રમક હોવાનું માનવામાં આવે છે.

આ વેરિઅન્ટને 'IHU' અથવા B.1.640.2 નામ આપવામાં આવ્યું છે. IHU મેડિટેરેનિયન ઇન્ફેક્શન સંસ્થાના સંશોધકોએ આ શોધી કાઢ્યું છે. તેમના મતે તે 46વખત પરિવર્તિત થયું છે, જે ઓમિક્રોન કરતાં ઘણું વધારે છે, જેના કારણે તે રસી માટે વધુ પ્રતિરોધક અને વધુ સંક્રમક માનવામાં આવે છે.

ફ્રાન્સમાં IHU વેરિઅન્ટના 12 કેસ નોંધાયા

ફ્રાન્સમાં IHU વેરિઅન્ટના 12 કેસ નોંધાયા

ફ્રાન્સમાં કોરોનાના આ નવા પ્રકાર 'IHU' ના 12 કેસ માર્સેલી નજીક મળી આવ્યા છે અને તે તમામનો પ્રવાસ ઇતિહાસ આફ્રિકન દેશ કેમરૂન સાથે સંબંધિત છે. જો કે,હાલમાં સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ 'IHU' વધુ ઝડપથી ફેલાશે તેવી અપેક્ષા છે.

હાલમાં 'IHU' વેરિઅન્ટના કેસ અન્ય કોઈદેશમાં નોંધાયા નથી, ન તો વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ તેને તપાસ હેઠળના વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ હજૂ સુધી તેની શ્રેણી નક્કી કરી નથી

વિશ્વ આરોગ્ય સંસ્થાએ હજૂ સુધી તેની શ્રેણી નક્કી કરી નથી

જો કે, એપિડેમિયોલોજિસ્ટ એરિક ફીગલ ડિંગે ટ્વિટર પર કહ્યું હતું કે, નવા પ્રકારો આવતા રહે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે વધુ જોખમી હશે. એક વેરિયન્ટને વધુલોકપ્રિય અને ખતરનાક બનાવે છે, તે મૂળ વાઇરસ કરતાં તેમાં રહેલા મ્યુટેશનની સંખ્યા છે.

નવા વેરિઅન્ટ વિશે તેમણે લખ્યું કે, આ ત્યારે છે, જ્યારે તે ચિંતાનું એકવેરિઅન્ટ બની જાય છે, જેમ કે ઓમિક્રોન. જે વધુ સંક્રમક અને રોગપ્રતિકારક શક્તિ માટે વધુ પ્રતિરોધક છે. આ નવું વેરિઅન્ટ કઈ કેટેગરીમાં આવે છે, તે જોવું રહ્યું.

Omicron વેરિઅન્ટ હાલ મચાવી રહ્યો છે હાહાકાર

Omicron વેરિઅન્ટ હાલ મચાવી રહ્યો છે હાહાકાર

ઓમિક્રોન અત્યંત સંક્રમક છે, પરંતુ અત્યાર સુધી તે જીવલેણ હોવાનું જણાતું નથી. આવી જ રીતે IHU પ્રકાર વધુ ઘાતક છે કે નહીં, પરિસ્થિતિ સ્પષ્ટ નથી. જો કે,યુરોપ અને અમેરિકાના અન્ય દેશોની જેમ ફ્રાન્સમાં પણ ઓમિક્રોનના વધુ કેસ છે અને કુલ કેસમાંથી 60 ટકા કેસ ઓમિક્રોન વેરિઅન્ટના હોવાનું કહેવાય છે.

ઓમિક્રોનવેરિઅન્ટનો પહેલો કેસ ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. અત્યાર સુધીમાં તે 100 થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. ભારતમાં 1,900 થી વધુલોકો તેનાથી પીડિત હોવાનું કહેવાય છે, પરંતુ દિલ્હી વિશે કહેવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોનમાંથી 81 ટકાથી વધુ સેમ્પલ મળી રહ્યા છે.

English summary
French scientists detected IHU variant of Covid more infectious than Omicron, connected to African country Cameroon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X